અમારે જમવું નથી, કરિયાવર લઈને જ જઈશું…જૂનાગઢમાં લગ્નપ્રસંગે કેમ થઈ બબાલ!
Breaking News: જૂનાગઢમાં આયોજિત સમૂહ લગ્નમાં નવદપંતી પાસેથી આયોજકોએ સમૂહલગ્નમાં ફી માટે 22 હજાર ભરવા છતા કરિયાવર ન આપતા નવદંપતીઓને ભારે રોષ જોવા મળ્યો હતો. ભવનાથમાં માનવસેવા ગ્રુપ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં કન્યાપક્ષના લોકોએ કરિયાવરને લઈને મોટો હોબાળો કર્યો હતો. દુલ્હનએ કહું કે આ બધા અમને મામા બનાવાના ખેલ છે, અમને જમવું નથી પણ અમને કરિયાવર જોઇએ છે.
આ બધા અમને મામા બનાવાના ધંધા છે
દરેક સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જેમાં દરેક દીકરા-દિકરીના કરિયાવર સમાજના હસ્તે અપાતા હોય છે. વિવાહનું આયોજન કોઈ પણ સમાજ માટે ભાગ્યનું પ્રતિક ગણાય છે ત્યારે એક એવો કિસો સામે આવ્યો છે જ્યાં લગ્નમંડપમાં લગ્નગીત શાંત થયાં બાદ તરત જ આયોજક સામે હોબાળો શરૂ થઈ ગયો હતો . સમૂહલગ્નમાં દીકરા-દીકરીઓને પરણાવવા માટે આવેલા વાલીઓએ કહ્યું હતું કે અમને લોકોને આયોજકો દ્વારા 15 તારીખે જ કરિયાવર લઈ જવાનું કહ્યું હતું,અમે ત્યારે આવ્યા હતા પરંતુ અમને એમ કેહવામાં આવ્યું હતું કે,’ફર્નિચર લેવા કેશોદ જવાનું છે અને વાસણ લેવા બિલખા જવાનું છે’. ત્યાર બાદ આજકાલ-આજકાલ કરતા રહ્યા હતા.આજે લગ્નનો દિવસ આવી જતાં અમારી ચિંતા વધી હતી કે લગ્ન થશે કે નહીં. લગ્નના ગીતો બંધ થતાની સાથે જ આયોજકને પૂછવામાં આવ્યું હતું કે કરિયાવર ક્યારે આપવામાં આવશે ત્યારે કીધું કે ,’ અમારે ત્યાં એવો રિવાજ છે કે લગ્ન પૂર્ણ થયા બાદ કરિયાવર આપવામાં આવે’. અત્યારે જાનની વિદાયનો સમય થઈ ગયો હોવા છતાં કરિયાવર મળ્યો નથી. તેથી દુલ્હનનો આક્રોશથી ભરાઈ ઉઠી અને કહું કે આ બધા અમને મામા બનાવાના ધંધા છે.
કરિયાવરમાં 51 વસ્તુની યાદી છાપવામાં આવી હતી
સમૂહલગ્નની જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારે જ આયોજકો દ્વારા જાહેરાતમાં જ કરિયાવરમાં 51 વસ્તુની યાદી છાપવામાં આવી હતી. લગ્નની નોધણી માટે અમે 11 હજાર રૂપિયા ભરીયા હતા ત્યાર બાદ અહીં સમૂહલગ્ન સમયે પણ દાનના નામે અમારા પાસેથી અલગ-અલગ રૂપિયા લેવામાં આવ્યા હતા. પૈસા લીધા બાદ પણ અમારા માટે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી.
આ પણ વાંચો :પાલનપુર: થરામાં પંચામૃત મહોત્સવનો પ્રારંભ : 914 વર્ષ પહેલાં થરાની ધરતી પર 3005 દીકરીઓના સમૂહ લગ્ન થયા હતા