ટ્રેન્ડિંગધર્મવિશેષ

લગ્ન જીવનને ખુશહાલ બનાવવા અપનાવી શકો છો આ ફેંગશુઇની ટિપ્સ

Text To Speech
  • ફેંગશુઇની  ટિપ્સ થી તમારી મેરિડ લાઇફ અને ઘર બંનેમાં પોઝિટીવીટી આવશે
  • ફેંગશુઇના ઉપાયો અપનાવવાથી તમારુ આરોગ્ય સારુ રહેશે અને દોષ દુર રહેશે
  • બેડરૂમમાં હંમેશા પીળા  કે લાલ રંગનો ઉપયોગ કરી શકો છો

ફેંગશુઇ એક ચીની વાસ્તુ શાસ્ત્ર છે, જે હવે ભારતમાં ખૂબ જ લોકપ્રિય થયું છે. જો તમે પણ તમારા ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ ઇચ્છતા હો તો કેટલીક ફેંગશુઇ ટિપ્સ તમારી ખુબ મદદ કરશે. ફેંગશુઇની આ ટિપ્સ અજમાવવાથી તમારી મેરિડ લાઇફ અને ઘર બંનેમાં પોઝિટીવીટી આવશે. આ ઉપરાંત આ ઉપાયો અપનાવવાથી તમારુ આરોગ્ય સારુ રહેશે. તમારા ઘરમાં રહેલા દોષ પણ ખતમ થશે.

લગ્ન જીવનને ખુશહાલ બનાવવા અપનાવી શકો છો આ ફેંગશુઇની ટિપ્સ hum dekhenge news

બેડરૂમમાં હંમેશા આ રંગનો ઉપયોગ

ફેંગશુઇ અનુસાર તમે બેડરૂમમાં હંમેશા પીળા રંગનો ઉપયોગ કરી શકો છો. આ સાથે તમે લાલ રંગનો પણ ઉપયોગ કરી શકો છો. આ રંગ ભાગ્યમાં વૃદ્ધિ લાવે છે. તે હંમેશા સાથે રાખો. આ રંગોનો ઉપયોગ તમારી લાઇફમાં વધુ કરો. સફળતા અવશ્ય મળશે.

આ રીતે સામાન ન રાખો

ક્યારેય પણ પોતાનો બેડરૂમ વિખરાયેલો કે અવ્યવસ્થિત ન રાખો. ઘણી વખત બેડરૂમમાં સામાન આમ તેમ પડ્યો રહેતો હોય છે. ફેંગશુઇ અનુસાર આ કારણે તમારા લગ્ન જીવનમાં તણાવ ઉભો થઇ શકે છે.

લગ્ન જીવનને ખુશહાલ બનાવવા અપનાવી શકો છો આ ફેંગશુઇની ટિપ્સ hum dekhenge news

બેડરૂમમાં આવી વસ્તુઓ ન રાખો

બેડરૂમમાં ક્યારેય પણ કાચ કે ડ્રેસિંગ ટેબલ ન રાખવુ જોઇએ. આ કારણે પતિ-પત્નીને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઇ શકે છે. આ કારણે તમારી આર્થિક સ્થિતિ પણ ખરાબ થઇ શકે છે.

બેડરૂમના મેઇન ગેટથી ઘરમાં સીધો પ્રવેશ

બેડરૂમના મેઇન ગેટથી બેડરૂમમાં સીધો પ્રવેશ ન થવો જોઇએ. વચ્ચે પાર્ટીશન કે કોઇ જાળી અવશ્ય હોવી જોઇએ. મેઇન ગેટથી ડિરેક્ટ બેડરૂમમાં પ્રવેશ થતો હોય તો ઘરમાં કોર્ટ-કચેરીના ચક્કર થઇ શકે છે.

આ પણ વાંચોઃ મે મહિનામાં બની રહેલા બીજા વિષ યોગની શું થશે અસર? કોણે સાચવવુ?

Back to top button