ગુજરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રેલવેના પાલનપુર-રાધનપુર ડબલિગ લાઈનનું ઇ-લોકાર્પણ કરાયું

Text To Speech

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે વડોદરા ખાતે રેલ્વેના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ કરવામાં આવ્યા હતા. ડીસા ખાતે પણ વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. જેમાં રાધનપુર -પાલનપુર સેક્સનના ડબલિંગનું ઇ-લોકાર્પણ કરાયું હતું.

ગુજરાતના પ્રવાસે આવેલા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વડોદરા ખાતેથી રેલવેના વિવિધ પ્રોજેક્ટ ખાતમુહૂર્તઅને નિર્માણ પામેલા કામોનું ઇ-લોકાર્પણ કર્યું હતું. જેમાં રૂપિયા 10749 કરોડના ખર્ચે ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર પાલનપુર- મદાર સેક્સન, પાલનપુર -રાધનપુર સેક્સનનું ડબલિંગ, ગાંધીધામ ખાતે લોકો મોટીવ મેન્ટેનન્સ ડેપો, અમદાવાદ-બોટાદ સેક્સન, પાલનપુર -મીઠા સેક્સનના ઈલેક્ટ્રીકફિકેશન અને ઢશા- લુણીધાર સેક્સનનું ગેજ પરિવર્તનનું કામ પૂર્ણ થતા તેનું ઇ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એ જ રીતે રૂપિયા 5620 કરોડના ખર્ચે વડોદરામાં ગતિશક્તિ વિદ્યાલયનું બિલ્ડીંગ, સુરત- ઉધના, સાબરમતી સ્ટેશનના રિડેવપમેન્ટ, વિજાપુર- આંબલીયાસણ, નડીયાદ -પેટલાદ, આદરજ મોટી -વિજાપુર, જંબુસર- સમની, પેટલાદ- ભાદરણ, હિંમતનગર- ખેડબ્રહ્મા અને કલોલ -કડી- કટોસણ લાઈનનું ગેજ કન્વરઝન તેમજ મહેસાણા -પાલનપુર લાઇનના ડબલિગ સહિતના કામોનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

ડીસા રેલવે સ્ટેશન ખાતે ઈ-લોકાર્પણ ને લઈ વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી. જેમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. તેમને જણાવ્યું હતું કે, અત્યારે પાલનપુર થી રાધનપુર રેલ્વે ટ્રેન આપવામાં આવી છે. મુસાફરોની સુવિધા મળી રહે તે માટે પ્રધાનમંત્રી દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે . જેમાં ડબલ ટ્રેક, ઈલેકટ્રીક લાઈન પણ આપવામાં આવી છે. ડીસા ખાતે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય સાથે પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર, પૂર્વ પ્રમુખ શિલ્પાબેન માળી સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Back to top button