ઉત્તર ગુજરાતધર્મ

ગુજરાતના આ મંદિરના દ્રશ્યો જોઈ ચોંકી જશો તમે ! જાણે સાક્ષાત સૂર્યનારાયણ દેવ જ…..

Text To Speech

ગાંધીનગરના કોબા સ્થિત મહાવીર જૈન આરાધના મંદિર ખાતે વર્ષમાં એક જ વાર થતી અલૌકિક ખગોળિય દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. અહીં વર્ષમાં એકવાર થતી ખગોળિય ઘટનામાં સૂર્યના કિરણો બપોરે જિનાલયમાં સ્થાપિત પ્રભુ મહાવીરની પ્રતિમા પર તિલક કરતાં હોય તેવું દ્રશ્ય સર્જાયુ હતું. જિનાલય તંત્ર દ્વારા ભક્તોને આ ઘટના નિહાળવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઘટના ક્લોઝ સર્કિટ કેમેરાથી જોઇ શકાય તેવી પણ વ્યવસ્થા પણ કરાઈ હતી.મંદિર - Humdekhengenewsમહાવીર જૈન આરાધના મંદિર ખાતે જૈનોના ચોવીસમા તીર્થકર શ્રી મહાવીર સ્વામીની શ્વેત આરસની પદ્માસન મુદ્રાની 41 ઇંચની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાઈ છે. 22મેના રોજ બપોરે 2 વાગીને 7 મિનીટે અહીં ભક્તો ભાવપૂર્વક મહાવીર પ્રતિમાને વંદન કરીને ‘ત્રિશલાનંદન વીર કી.. જય બોલો મહાવીર કી…’ ગાન કરતાં હતા. ત્યારે અચાનક ગર્ભગૃહમાં મહાવીર સ્વામીના લલાટ પર સૂર્યકિરણો પથરાતાં દેરાસર ઘંટારવથી ગુંજી ઊઠ્યું હતું. સ્વયં સૂર્યદેવ મહાવીર સ્વામી પ્રભુની પ્રતિમા પર તિલક કરતાં હોય એવું એક અલૌકિક દ્રશ્ય રચાયું હતું. જે સુર્યતિલક તરીકે ઓળખાય છે. આ અદભુત સૂર્યતિલકની ઘટના ગુરુસ્મૃતિ અને ગુરુભક્તિનું અજોડ પ્રતીક બન્યું છે. જોકે આ કોઈ ચમત્કાર નહીં પરંતુ સાયન્ટિફિક યોગ છે. કૈલાશ સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબની યાદમાં શિષ્યએ જૈન આરાધના મંદિર બનાવ્યું છે, જ્યાં આજના દિવસે બપોરે 2 વાગીને 7 મિનિટે ભગવાન મહાવીર સ્વામીના લલાટ પર સૂર્ય તિલક થાય છે.

આ પણ વાંચો : દિલ્હી હાઇકોર્ટે BBCને ગુજરાત રમખાણો પર વિવાદિત ડોક્યુમેન્ટ્રી અંગે સમન પાઠવ્યું
મંદિર - Humdekhengenewsમંદિર સાથે જોડાયેલા લોકોના કહેવા પ્રમાણે છેલ્લા 33 વર્ષથી દર વર્ષે 22 મે ના રોજ આ અલૌકિક ઘટના થાય છે. આ સુરીતિલક ભક્તોને 5 થી 7 મિનિટ સુધી જોવા મળે છે. ભક્તોને આ સુર્ય ટિલકનું દ્રશ્ય નિહળવા માટે ખાસ આયોજન પણ કરવામાં આવે છે. આ દ્રશ્યો નિહાળવા માટે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી જૈન ભક્તો ઉમટી પડે છે.

Back to top button