ટોપ ન્યૂઝનેશનલ

શ્રીનગર ખાતે આજથી ત્રિદિવસીય G20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠક, ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું

Text To Speech
  • ડાલ સરોવર નજીક આવેલી હોટેલમાં કોન્ફોરન્સ યોજાશે
  • બપોરે 60થી વધુ મહેમાનોનું પ્રતિનિધિ મંડળ પહોંચશે હોટેલ
  • ટુરિઝમને લગતી અનેક ચર્ચાઓને કરાશે સામેલ

G20 ટૂરિઝમ વર્કિંગ ગ્રુપની ત્રણ દિવસીય ત્રીજી બેઠક સોમવારથી શ્રીનગરમાં શરૂ થશે. ડાલ સરોવરના કિનારે શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (SKICC) ખાતે આયોજિત બેઠકમાં વિવિધ રાષ્ટ્રોના 60 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. આ બેઠક માટે શ્રીનગરમાં આકાશથી જમીન સુધી તકેદારી છે. ડાલ લેકની રક્ષા માર્કોસ કમાન્ડો દ્વારા કરવામાં આવે છે.

લાલચોક સહિતના વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત

NSG કમાન્ડોએ લાલચોક સહિત શહેરના અનેક વિસ્તારોમાં ધામા નાખ્યા છે. ડાલ તળાવના કિનારે બુલેવાર્ડ રોડ પર ત્રણ દિવસ સુધી વાહનવ્યવહાર પ્રતિબંધિત રહેશે. દરમિયાન, આંતરરાષ્ટ્રીય બોર્ડર (IB) થી નિયંત્રણ રેખા (LoC) સુધી એલર્ટ છે. કઠુઆ, સાંબા, જમ્મુ, રાજોરી, પુંછ, બારામુલ્લા, કુપવાડા અને બાંદીપોરાના સરહદી જિલ્લાઓમાં જવાનોને IB અને LoC પર વધુ સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.

શું છે આખો કાર્યક્રમ ?

કોન્ફરન્સના પ્રથમ દિવસે, પ્રતિનિધિઓ બપોરે SKICC ખાતે પહોંચશે. સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. ક્રાફ્ટ બજારમાં સ્થાનિક ઉત્પાદનોના પ્રદર્શનમાં પ્રતિનિધિઓને જોવાની તક મળશે. બીજા દિવસે આર્થિક વિકાસ અને સાંસ્કૃતિક જાળવણી માટે ફિલ્મ ટુરિઝમ પર સેશન હશે જેથી ફિલ્મ ટુરીઝમને પ્રોત્સાહન મળી શકે. આ સાથે ઈકો ટુરીઝમ પર અલગ સેશન પણ યોજાશે.

પરી મહેલ અને મુગલ ગાર્ડનના પ્રતિનિધિઓ મુલાકાત લેશે

આ ઉપરાંત G-20માં હાજરી આપનાર પ્રતિનિધિઓ પરી મહેલ, ચશ્માશાહી અને મુગલ ગાર્ડનની મુલાકાત લેશે. આ સાથે તેઓ પોલો વ્યુ માર્કેટની પણ મુલાકાત લેશે જેનું તાજેતરમાં નવીનીકરણ કરવામાં આવ્યું છે.

Back to top button