ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat : રાજ્યના આ વિસ્તારના ડેમોમાં માત્ર 1% જ પાણી !

Text To Speech

રાજ્યમાં દિવસેને દિવસે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ઉનાળાની શરૂઆત પણ થઈ ગયાનો એહસાસ પણ થઈ રહ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાણીની બૂમો પણ શરૂ થઈ ગઈ છે ત્યારે ગુજરાતના 207 મોટા ડેમમાંથી કચ્છમાં સૌથી વધુ 20 ડેમ છે. તેમાંથી શનિવાર સુધીમાં 101.22 મિલિયન ક્યુબિક મીટર (MCM) પાણી વધ્યું છે. જ્યારે આ ડેમોમાં પાણી સંગ્રહની કુલ ક્ષમતા 332.27 MCM છે. તમામ જિલ્લાઓમાં સૌરાષ્ટ્રની સ્થિતિ સૌથી નબળી છે. સૌરાષ્‍ટ્રમાં સૌથી વધુ ડેમ છે, પરંતુ હાલમાં તેમની સંગ્રહ ક્ષમતાના ડેમોમાં માત્ર 22.54 ટકા જ પાણી બચ્યું છે.Gujarat - Humdekhengenewsસરદાર સરોવર સહિત રાજ્યમાં મુખ્ય ડેમની સંખ્યા 207 છે. આ ડેમમાં જળ સંગ્રહની કુલ ક્ષમતા 25265.84 MCM છે. જ્યારે શનિવાર સુધીમાં આ ડેમોમાં 10599.05 MCM જ પાણી બચ્યું છે જે ક્ષમતાના 41.95 ટકા છે. રાજ્યના પાંચ પ્રદેશોમાં દક્ષિણ ગુજરાત જળ સંગ્રહ સ્થિતિની દ્રષ્ટિએ વધુ સારું છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 8624.78 MCM પાણી સંગ્રહ કરવાની ક્ષમતા છે અને તેમાં 3946.69 MCM પાણી છે જે કુલ ક્ષમતાના 45.76 ટકા છે. સૌથી ખરાબ સ્થિતિ સૌરાષ્ટ્રની છે જ્યાં 141 ડેમ છે. આ ડેમોની સંગ્રહ ક્ષમતા 2588.49 MCM છે અને હાલમાં ડેમોમાં માત્ર 583.34 MCM પાણી બચ્યું છે જે ક્ષમતાના માત્ર 22.54 ટકા છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 1929.29 MCM પાણીની ક્ષમતા છે જેની સામે 678.64 MCM પાણી બચ્યું છે જે ક્ષમતાના 35.18 ટકા છે. આવી જ સ્થિતિ મધ્ય ગુજરાતની છે જ્યાં 17 ડેમની સંગ્રહ ક્ષમતા 2331.01 MCM છે, પરંતુ 819.66 MCM જ પાણી બચ્યું છે જે ક્ષમતાના 35.16 ટકા છે.

આ પણ વાંચો : ગામ નમૂના નંબરનો દાખલો કાઢી આપવા મહિલા તલાટીએ માંગી 2 લાખની લાંચ, સવા લાખ લેતા વચેટિયો ઝડપાયો
Gujarat - Humdekhengenews રાજ્યના સૌથી મોટા નર્મદા ડેમમાં પાણી સંગ્રહની સ્થિતિ સારી છે. આ વિશાળ સરદાર સરોવરની જળ સંગ્રહ ક્ષમતા 9460 MCM છે અને હાલમાં તેમા 4469.50 MCM પાણી સંગ્રહ ઉપલબ્ધ છે જે ક્ષમતાની સામે 47.25 ટકા છે. 138.68 મીટરની ઉંચાઈ ધરાવતા આ ડેમની જળસપાટી 116.86 મીટર છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે રાજ્યના 12 મોટા ડેમ સંપૂર્ણપણે સુકાઈ ગયા છે. જ્યારે અન્ય 17 એવા છે જેમાં ક્ષમતાના 1 ટકા પણ પાણી બચ્યું નથી. જેમાંથી એક-બે ને બાદ કરતાં તમામ સૌરાષ્ટ્રના છે. રાજ્યમાં માત્ર એક જ ડેમ એવો છે જેની ક્ષમતા સામે 90 ટકાથી વધુ પાણીનો સંગ્રહ ઉપલબ્ધ છે. બે ડેમમાં 80 ટકાથી વધુ અને 90 ટકાથી ઓછું પાણી છે. 70 ટકાથી વધુ અને 80 ટકાથી ઓછા પાણીના સંગ્રહ સાથે પણ બે ડેમ છે.

Back to top button