શું ડેવિડ વોર્નર સાઉથની ફિલ્મોમાં કરશે એન્ટ્રી? વાંચો આ અહેવાલ
ઓસ્ટ્રેલિયાનો વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ વોર્નર ભારતીય સંસ્કૃતિ સાથે ગાઢ રીતે જોડાયેલો રહ્યો છે. કોરોના મહામારી દરમિયાન લોકડાઉનમાં, ડેવિડ વોર્નરે પરિવાર સાથે દક્ષિણ ભારતીય ફિલ્મોના ગીતો પર ઘણી રીલ બનાવી હતી. ડેવિડ વોર્નરને રીલ્સથી ભારતમાં પણ ઘણી ફેન ફોલોઈંગ મળી છે. સ્ટાર બેટ્સમેન હોવાના કારણે ડેવિડ પહેલેથી જ સુપરસ્ટાર છે. હવે ક્રિકેટ સિવાય વોર્નર પણ ફિલ્મી દુનિયામાં આવવાનું વિચારી રહ્યો છે. ડેવિડે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે અલ્લુ અર્જુનની ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવવા માંગે છે.
ડેવિડે વોર્નરે પોતે પોતાની ફિલ્મની સ્ટારકાસ્ટની કરી જાહેરાત!
ડેવિડ વોર્નરે હાલમાં જ એક ટોક શોમાં જણાવ્યું હતું કે તે દક્ષિણ ભારતીય સ્ટાર્સને ખૂબ પસંદ કરે છે. ડેવિડે કહ્યું, ‘હું ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવવા માંગુ છું, કારણ કે તે મારા સ્વભાવમાં છે. મારા ડ્રીમ કાસ્ટ વિશે વાત કરીએ તો અલ્લુ અર્જુન અને મહેશ બાબુ સાથે ફિલ્મ કરવી મારા માટે ખૂબ જ સારું રહેશે. આ સાથે, જો ફિલ્મમાં કોઈ હિરોઈનની જરૂર હશે, તો મને રશ્મિકા મંદન્નાની પસંદગી કરવી ગમશે. ડેવિડ વોર્નરે લોકડાઉન દરમિયાન દક્ષિણ ભારતના સુપરહિટગીત ‘બટ્ટો બામા’ પર રીલ બનાવી હતી. આ રીલ ખૂબ વાયરલ થઈ હતી.
કેવી રીતે શરુ કરી ભારતીય ગીતો પર રીલ્સ બનાવવાની શરુઆત
ડેવિડ વોર્નરે કોવિડ દરમિયાન ઘરમાં તેના બાળકો અને પત્ની સાથે ઘણી રીલ બનાવી હતી. આ બધી રીલ્સને ઈન્સ્ટાગ્રામ પર ખૂબ પસંદ કરવામાં આવી હતી. તેનાથી વોર્નરના ફોલોઅર્સ પણ વધી ગયા. સાઉથના ગીત ‘બુટ્ટા બોમના’ પર બનાવેલી રીલથી શરૂ થયેલો આ તબક્કો આજે પણ ચાલુ છે.
આ ગીતની શરૂઆત વિશે વાત કરતાં ડેવિડે કહ્યું, ‘મને માત્ર ત્રણ હિન્દી ગીતો જ ત્યારે આવડતા હતા, શીલા કી જવાની, મેં તેરા હીરો, છમ્મક ચલો. હૈદરાબાદની કોઈ વ્યક્તિએ મને ‘બુટ્ટા બોમ’ના ગીતનું સૂચન કર્યું. અમે તેના પર રિલ્સ બનાવી અને તેન લોકોને ખૂબ ગમ્યું. ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયાની ટીમનો અનુભવી બેટ્સમેન છે. વોર્નર IPLનો સ્ટાર ખેલાડી પણ છે અને આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ ટીમનો કેપ્ટન પણ છે. વોર્નરની ગણતરી ક્રિકેટ ઈતિહાસના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે. આજે પણ મેદાન પર તેની ફિટનેસ શાનદાર છે.
આ પણ વાંચો: WTC ફાઈનલ પહેલા જ BCCIનું મોટુ એલાન, આ શખ્સને સોંપાઈ મોટી જવાબદારી