- વાનખેડે સ્ટેડિયમમાં MI 8 વિકેટથી જીત મેળવી
- જીત બાદ MI પ્લેઓફની રેસમાં યથાવત
- RCB હારે અથવા વરસાદના કારણે મેચ રદ્દ થાય તો MI થશે ક્વોલિફાય
IPL 2023ની 69મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને આઠ વિકેટે હરાવ્યું હતું. 21 મે (રવિવાર)ના રોજ વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈને જીતવા માટે 201 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે તેણે 18 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. મુંબઈની જીતનો હીરો કેમરોન ગ્રીન હતો જેણે અણનમ 100 રન બનાવ્યા હતા. આ જીતને કારણે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્લેઓફની રેસમાં યથાવત છે. જો ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં RCBનો પરાજય થાય અથવા તે મેચ વરસાદને કારણે પૂર્ણ ન થાય તો મુંબઈની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ જશે. મુંબઈની જીતના કારણે રાજસ્થાન રોયલ્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.
મુંબઈની શરૂઆત ખૂબ જ ખરાબ રહીં
201 ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઈની શરૂઆત ખરાબ રહી અને ત્રીજી ઓવરમાં જ ઈશાન કિશનની વિકેટ ગુમાવી દીધી. ઈશાન (14 રન) ભુવનેશ્વર કુમારના હાથે હેરી બ્રુકના હાથે કેચ આઉટ થયો હતો. આ પછી રોહિત શર્મા અને કેમરન ગ્રીને 128 રનની શાનદાર સદીની ભાગીદારી કરીને મુંબઈની ઇનિંગ્સને સંભાળી હતી. રોહિત શર્માએ 37 બોલમાં 56 રન બનાવ્યા જેમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.
ગ્રીનના 47 બોલમાં 100 રન
અહીંથી સૂર્યકુમાર યાદવ અને અણનમ 53 રનની ભાગીદારીએ મુંબઈને જીત અપાવી હતી. સૂર્યકુમારે 16 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી અણનમ 25 રન બનાવ્યા હતા. ગ્રીને માત્ર 47 બોલમાં 100 રન બનાવ્યા જેમાં આઠ છગ્ગા અને ચોગ્ગા સામેલ હતા. ગ્રીનની ટી20 કારકિર્દીની આ પ્રથમ સદી હતી.
મુંબઈ ઈન્ડિયન્સની આ રીતે પડી વિકેટઃ
પ્રથમ વિકેટ – ઈશાન કિશન 14 રન (20/1)
બીજી વિકેટ – રોહિત શર્મા 56 રન (148/2)
સનરાઇઝર્સ હૈદરાબાદની આવી વિકેટ પડી: (200/5)
પ્રથમ વિકેટ – વિવંત શર્મા 69 રન (140/1)
બીજી વિકેટ – મયંક અગ્રવાલ 83 રન (174/2)
ત્રીજી વિકેટ – ગ્લેન ફિલિપ્સ 1 રન (181/3)
ચોથી વિકેટ – હેનરિક ક્લાસેન 18 રન (186/4)
પાંચમી વિકેટ – હેરી બ્રુક 0 રન (186/5)