વધુ સમય મોબાઇલ જોવાનુ પડી શકે છે મોંધુઃ જાણો નુકશાન
- મોબાઇલ જરૂરી છે તેમાં શંકા નહીં, પરંતુ ઉપયોગ માપમાં કરવો
- થોડો સમય મોબાઇલથી દુર રહેવુ પણ જરૂરી
- મોબાઇલ તમારી સુંદર આંખોને બગાડી શકે છે
આધુનિક સમયમાં મોબાઇલનો બેહિસાબ ઉપયોગ થઇ રહ્યો છે. મોબાઇલ તો લોકોની ડેઇલી લાઇફ માટે ખૂબ જ જરૂરી બની ગયો છે. કોઇ વ્યક્તિ સાથે વાતચીત કરવી હોય, સતત કોઇના સંપર્કમાં રહેવુ હોય, ઓફિસના મેઇલ ચેક કરવા હોય, જમવાનું મંગાવવુ હોય કે પછી ખાવા મંગાવવુ હોય અથવા કંઇક ઓર્ડર કરવુ હોય. મોબાઇલ વગર આ કોઇ કામ થઇ શકતા નથી. મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને તમે ટેકનોલોજી સાથે અપડેટ તો રહી શકો છો, પરંતુ તમે તે જાણતા નહીં હો કે આ વસ્તુની ખરાબ ઇફેક્ટ તમારા સ્વાસ્થ્ય પર પડે છે.
કલાકો સુધી મોબાઇલ ફોનનો યુઝ કરવાથી તમારા આરોગ્યને ગંભીર નુકશાન થઇ શકે છે. એવા ઘણા રિપોર્ટ્સ સામે આવ્યા છે, જેમાં મોબાઇલને તમારી ઓવરઓલ હેલ્થ માટે ખતરનાક માનવામાં આવે છે. મોડી રાત સુધી મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો, ક્યારે તે તમને તેની ચપેટમાં લઇ લેશે તમને ખ્યાલ પણ નહીં આવે.
મોબાઇલ ફોનનો સતત ઉપયોગ કરવાથી આંખો સંબંધિત પરેશાનીઓ થઇ શકે છે. ડોક્ટર્સ કહે છે કે જે વ્યક્તિ સતત 30 મિનિટ કરતા વધુ સમય માટે મોબાઇલનો ઉપયોગ કરે છે તેને હાઇ બ્લડ પ્રેશરનો ખતરો રહે છે. ડોક્ટર્સનું પણ કહેવુ છે કે મોબાઇલ ફોનમાંથી નીકળતા રેડિએશન્સ હાઇ બ્લડ પ્રેશરનું સૌથી મોટુ કારણ છે.
શહેરના લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. ડોક્ટર્સનું કહેવુ છે કે શહેરના લોકોની જિંદગીમાં મોબાઇલ ફોન તેમની સૌથી મોટી જરૂરિયાતોમાં સામેલ થઇ ચુક્યો છે. લોકોને એ વિશે ખ્યાલ હોવો જરૂરી છે કે આ કારણે તેમની હેલ્થ પર ખરાબ અસર પડી શકે છે.
આંખોને નુકશાન
સતત મોબાઇલ જોવાના કારણે આંખો પર પ્રેશર આવે છે. ક્યારેક આપણને તેનો અહેસાસ હોતો નથી. આજ કારણે લોકોની દ્રષ્ટિ નબળી પડી રહી છે. આપણી આંખો શરીરનું સૌથી કમજોર અને કિંમતી અંગ કહેવાય છે. આ કારણે વ્યક્તિને નાની ઉંમરે ચશ્મા પણ આવી જાય છે.
કાંડા કે હાથની આંગળીઓમાં દુઃખાવો
કોઇ પણ વસ્તુનો જરૂરીયાત કરતા વધુ ઉપયોગ હંમેશા નુકશાનકારક સાબિત થાય છે. જ્યારે વાત મોબાઇલની આવે છે તો સતત મોબાઇલ વાપરવાના કારણે તમારા હાથના કાંડા સુન્ન પડી જાય છે. તમારે ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. કાંડામાં ઝણઝણાટ થાય છે અને આગળ જતા કાર્પલ ટનલ સિન્ડ્રોમનું કારણ પણ બની શકે છે.
સ્લીપિંગ પેટર્ન ડિસ્ટબ થાય છે
ઉંઘા આપણી જીવનશૈલીનો મહત્ત્વનો ભાગ છે. સારી ઉંઘ સ્વસ્થ્ય જીવન માટે જરૂરી માનવામાં આવે છે. મોડી રાત સુધી મોબાઇલનો ઉપયોગ કરવાથી તમારી સ્લિપિંગ પેટર્ન ડિસ્ટબ થાય છે. તમને આંખો નીચે કાળા કુંડાળા પડવાની શરૂઆત થાય છે. તમે સવારે ઉઠીને ફ્રેશ ફિલ કરતા નથી. ક્યારેક મોબાઇલ ઉંઘ ન આવવાનું કારણ પણ બની શકે છે.
વધી શકે છે સ્ટ્રેસ
મોડી રાત સુધી મોબાઇલ જોવાના લીધે વ્યક્તિનું મેલાટોનિન નામનું હોર્મોન લેવલ ઘટી જાય છે. આ કારણે સ્ટ્રેસ લેવલમાં વધારો થવા લાગે છે. ઇન્ટરનેટ પર ઘણા કલાકો સુધી કંઇક વાંચવુ કે જોવુ તે પણ આગળ જતા ગંભીર બિમારીનું કારણ બની શકે છે.
આ પણ વાંચોઃ મોડી રાતે ભોજન કરવુ હેલ્થ માટે વોર્નિંગ બેલઃ હેલ્થને થશે ભયંકર નુકશાન