આ વ્રત કરવાથી જીવન બની જાય છે સુખમયઃ તમામ પાપમાંથી મળે છે મુક્તિ
- એક વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે
- નિર્જળા એકાદશીનું શાસ્ત્રોમાં ખૂબ મહત્ત્વ છે
- નિર્જળા એકાદશી આ વખતે 31 મેના રોજ આવશે
હિંદુ ધર્મમાં એકાદશી તિથિનું ખુબ જ મહત્ત્વ છે. તે દરેક મહિનામાં બે વખત પડે છે. તે સુદ પક્ષમાં અને વદ પક્ષમાં એમ બે વખત પડે છે. વર્ષમાં કુલ 24 એકાદશી હોય છે. જેઠ મહિનાના સુદ પક્ષમાં પડતી એકાદશીને નિર્જળા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. આ એકાદશીને તમામ 24 એકાદશીમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી વર્ષભરની એકાદશી કરવાનું ફળ મળી જાય છે. આ વ્રત કરવાથી જીવન સુખમય બને છે અને પાપમાંથી મુક્ત થાય છે.
આ વર્ષે 31 મે, 2023ના રોજ નિર્જળા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નિર્જળા એકાદશીનું વ્રત દરેક વ્યક્તિએ કરવુ જોઇએ. નિર્જળા એકાદશી વ્રતમાં જળનો પણ ત્યાગ કરવાનો હોય છે. આ વ્રતમાં પાણી પણ પીવામાં આવતુ નથી. વ્રતના પારણા કર્યા બાદ જ તમે પાણી પી શકો છો.
નિર્જળા એકાદશીનું મુહુર્ત
એકાદશી તિથિ પ્રારંભ
મે 30, 2023ના રોજ રાતે 1.07થી
એકાદશી સ્થિતિ સમાપ્ત
મે 31, 2023ના રોજ રાતે 1.45 વાગ્યે
પારણાનો સમય
1 જુન, 2023 સવારે 5.24થી 8.10 વાગ્યા સુધી
આ પણ વાંચોઃ ફટકડીના આ ઉપાયો અજમાવોઃ ચમકશે કિસ્મત