ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ઇયર બડ્સમાં લાગેલો મેલ તમારા કાનમાં પહોંચાડે છે લાખો બેક્ટેરિયાઃ આ રીતે કરો સાફ

Text To Speech
  • ઇયરબડ્સના સતત ઉપયોગથી કાનમાં વેક્સ, ધુળ જેવી ગંદકી જમા થઇ જાય છે
  • ઇયરબડ્સ સાફ ન થાય તો ઇન્ફેક્શનનો ખતરો પણ રહે છે
  • ઇયરબડ્સને સારી રીતે ક્લીન કર્યા બાદ જ યુઝ કરવા જોઇએ

ઇયરફોનમાં લાગેલા ઇયરબડ્સને કોઇ પરિચયની જરૂર નથી. આજના સમયમાં લોકો કલાકો સુધી પોતાના કાનમાં ઇયરબડ્સ લગાવીને ફરતા હોય છે. આ બડ્સ ઇયરફોનને કાનમાં સારી રીતે ફિટ થવામાં મદદ કરે છે. સાથે આ કારણે લાંબા સમય સુધી ઇયરફોન યુઝ કરતા કાનમાં દુખાવો પણ થતો નથી. ઇયરબડ્સનું મહત્ત્વ તો લગભગ તમામ લોકો જાણે છે, પરંતુ હવે તેની સફાઇની રીત જાણવી પણ એટલુ જ જરૂરી છે.

ઇયરબડ્સના સતત ઉપયોગથી કાનમાં વેક્સ, ધુળ જેવી ગંદકી જમા થઇ જાય છે અને તે સાફ ન થાય તો ઇન્ફેક્શનનો ખતરો પણ રહે છે. આ એક ગંભીર બાબત છે. તેને સારી રીતે ક્લીન કર્યા બાદ જ યુઝ કરવા જોઇએ. આ ટિપ્સથી તમે ઇયરબડ્સને સાફ કરી શકો છો.

ઇયર બડ્સમાં લાગેલો મેલ તમારા કાનમાં પહોંચાડે છે લાખો બેક્ટેરિયાઃ આ રીતે કરો સફાઇ hum dekhenge news

કેટલી વાર સાફ કરવા જોઇએ ઇયરબડ્સ

જો તમે રોજેરોજ ઇયરબડ્સની સફાઇ કરતા હો તો વેક્સ કે તેમાં જામેલી ડસ્ટના કારણે તેને કમસે કમ અઠવાડિયામાં એકવાર સાફ કરવા જોઇએ. ગરમીની સીઝનમાં જો તમને પરસેવો થતો હોય તો અઠવાડિયામાં બે વખત તેની સફાઇ કરવી જોઇએ.

ઇયર બડ્સમાં લાગેલો મેલ તમારા કાનમાં પહોંચાડે છે લાખો બેક્ટેરિયાઃ આ રીતે કરો સફાઇ hum dekhenge news

કેવી રીતે કરશો ઇયરબડ્સની સફાઇ

એક નાના બાઉલમાં પા ચમચી ડિશવોશ લિક્વિડ લઇને અડધો કપ ગરમ પાણી એડ કરો. ઇયર બડ્સમાંથી ફોમ કે સિલિકોન હટાવી દો અને તેને તૈયાર કરેલા મિશ્રણમાં નાંખીને 30 મિનિટ રહેવા દો. હવે સિલિકોન કેપને મિશ્રણમાંથી કાઢીને સુકવી દો. તેમાં ફસાયેલી અન્ય ગંદકી દુર કરવા માટે રૂનો ઉપયોગ કરો. હવે તેને ગરમ પાણીથી ધોઇ લો. હવામાં સુકવા માટે લિન્ટ ફ્રિ કાપડમાં છોડી દો. પછી તેને ધીમે ધીમે બ્રશ કરવા માટે એક નરમ , સુકા ટુથબ્રશનો ઉપયોગ કરો અને વેક્સ તેમજ ગંદકી સાફ કરો.

આ પણ વાંચોઃ ગુજરાતમાં પનીર, ખાદ્ય મસાલા બાદ તેલમાં મીલાવટનું કૌભાંડ

Back to top button