ટોપ ન્યૂઝવર્લ્ડ

બાંગ્લાદેશ બેહાલ, પૂરના પગલે 40 લાખ લોકો ફસાયા, 25 લોકોના મોતથી હાહાકાર

Text To Speech

બાંગ્લાદેશમાં અવિરત વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બાંગ્લાદેશની મુખ્ય નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. બાંગ્લાદેશના અધિકારીઓએ કહ્યું છે કે પૂરના કારણે 25 લોકોના મોત થયા છે અને લાખો ઘરો ડૂબી ગયા છે. ઉત્તર બાંગ્લાદેશના લાલમોનિરહાટ, કુરિગ્રામ, નીલફામરી અને રંગપુર જિલ્લામાં પૂરની સ્થિતિ વધુ ખરાબ થવાની આશંકા છે.

40 લાખ લોકો પૂરમાં ફસાયા છે

સમાચાર એજન્સી એએફપીના અહેવાલમાં જણાવાયું છે કે પૂરને કારણે લગભગ 40 લાખ લોકો ફસાયેલા છે. બાંગ્લાદેશ સરકારે પીડિતોની મદદ માટે સેનાને ઉતારવી પડી હતી. છેલ્લા 24 કલાકમાં તોફાનના કારણે વીજળી પડવાથી ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે. આ સાથે ચિત્તાગોંગમાં ભૂસ્ખલનને કારણે ચાર લોકોના મોત થયા છે.

પૂરના કારણે સિલહટ એરપોર્ટ બંધ

સિલહેટ પ્રદેશના મુખ્ય સરકારી વહીવટકર્તા મુશર્રફ હુસૈને કહ્યું છે કે 18 જૂનની સવારથી પૂરની સ્થિતિ વધુ વણસી ગઈ છે. 40 લાખથી વધુ લોકો પૂરના પાણીમાં ફસાયેલા છે અને લગભગ આખો વિસ્તાર વીજળી વગરનો છે. બાંગ્લાદેશનું ત્રીજું સૌથી મોટું ઈન્ટરનેશનલ એરપોર્ટ સિલ્હેટ પૂરના કારણે બંધ કરવું પડ્યું હતું. આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી છેહવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે આગામી બે દિવસમાં બાંગ્લાદેશ અને ઉત્તર-પૂર્વ ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં પૂરના કારણે સ્થિતિ વધુ વણસી શકે છે.

Back to top button