કર્ણાટક સરકારના શપથ સમારોહમાં એમકે સ્ટાલિને BJPને લીધી આડેહાથ
તામિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને શનિવારે (20 મે) બેંગલુરુમાં નવી કર્ણાટક સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે દક્ષિણ (ભારત)માં જે સવાર થઈ છે, તે દેશના બાકીના ભાગમાં પણ થવી જોઈએ. સ્ટાલિને સિદ્ધારમૈયાને સીએમ તરીકે શપથ લેવા બદલ અને ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે આ ‘સેક્યુલર જોડી’ તેમના સક્ષમ વહીવટ દ્વારા કર્ણાટકને નવી ઊંચાઈઓ પર લઈ જશે. એમકે સ્ટાલિને કહ્યું કે જે સવાર દક્ષિણમાં થઈ છે તે દેશના અન્ય ભાગોમાં પણ થવી જોઈએ અને બેંગલુરુમાં આજે શપથ ગ્રહણ સમારોહ આવા પરિવર્તનનું ઉદાહરણ છે. પાર્ટીના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની શાનદાર જીતના એક સપ્તાહ બાદ શનિવારે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓ બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે.
કર્ણાટક સરકારનો શપથ ગ્રહણ સમારોહ
સિદ્ધારમૈયા સાથે કર્ણાટકના પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડીકે શિવકુમારે પણ ડેપ્યુટી CM તરીકે શપથ લીધા હતા, જેઓ કર્ણાટકના ઉપમુખ્યમંત્રી બન્યા છે. કર્ણાટક કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જી પરમેશ્વરા, એમબી પાટીલ, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંકા ખડગે, કેજે જ્યોર્જ, સતીશ જારકીહોલી, રામલિંગા રેડ્ડી અને બીઝેડ ઝમીર અહેમદ ખાને પણ મંત્રી તરીકે શપથ લીધા. કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે શ્રી કાંતિરવા સ્ટેડિયમ ખાતે આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં સિદ્ધારમૈયા, શિવકુમાર અને અન્ય નેતાઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
ભાજપ પર સાધ્યું નિશાન
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને પણ 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાના નિર્ણય પર ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે રિઝર્વ બેંક દ્વારા રૂ. 2,000ની નોટો પાછી ખેંચી લેવાનું પગલું ભાજપની ચૂંટણીમાં હાર છુપાવવા માટે એક કાવતરું છે. 500 (ની નોટ) શંકા, 1000 (ની નોટ) રહસ્ય, 2,000 (ની નોટ) ભૂલ, 2000ની નોટ પાછી ખેંચી એ કર્ણાટકમાં ચૂંટણીમાં થયેલ પરાજય છુપાવવા માટેની એક ચાલ છે. સ્ટાલિનનો ઈશારો 2016ની નોટબંધી તરફ પણ હતો. જ્યારે રૂ. 500 અને રૂ. 1,000ની જૂની નોટો બંધ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: શાહરૂખ ખાન અને સમીર વાનખેડેની ચેટ સામે આવી, ‘बेटे को जेल में मत रखो, वो टूट जाएगा’