ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

જાપાન Quad સમિટમાં PM મોદીનું નિવેદન, ‘માનવ કલ્યાણ, શાંતિ અને સમૃદ્ધિ માટે કામ કરતા રહીશું ‘

Text To Speech

જાપાનના હિરોશિમામાં ચાલી રહેલી Quad Summitમાં PM મોદી પણ હાજર છે. પીએમ મોદીએ 2024માં ક્વોડ સમિટ ભારતમાં યોજવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે 2024માં ક્વોડ લીડર સમિટનું આયોજન ભારતમાં કરવા અમને આનંદ થશે.

PM મોદી કહ્યું કે ક્વોડ ગ્રુપે સ્થિરતા, શાંતિ અને સમૃદ્ધિ માટેનાં મહત્વનાં મંચ તરીકે પોતાની સ્થાપના કરી છે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર એ વૈશ્વિક વ્યાપાર, નવીનતા અને વિકાસનું એક એન્જિન છે. ઈન્ડો પેસિફિકની સુરક્ષા અને સફળતા એ સમગ્ર વિશ્વ માટે મહત્વની છે.

PM મોદીએ કહ્યું કે “સ્ટ્રેટેજીક ટેકનોલોજી, હેલ્થ સિક્યોરિટી, મેરીટાઈમ સિક્યોરિટી, કાઉન્ટર ટેરેરિઝમ જેવા ક્ષેત્રોમાં અમારો સહયોગ વધી રહ્યો છે. અનેક દેશ અને સમૂહ પોતાની ઈન્ડો-પેસિફિક રણનીતિની ઘોષણા કરી રહ્યાં છે. આજની આપણી આ બેઠકમાં લોકકેન્દ્રીત વિકાસ સાથે સંકળાયેલા વિષયો પર ચર્ચા કરવાનો અવસર મળ્યો છે. મારું માનવું છે કે ક્વોડ માનવ કલ્યાણ, શાંતિ અને સમૃદ્ધિ માટે કામ કરવાનાં પ્રયાસો ચાલુ રાખશે. પીએમ અલ્બેનીઝને આ સમિતીની અધ્યક્ષતા માટે અભિનંદન આપું છું. 2024માં ક્વોડ લીડર સમિટનું આયોજન ભારતમાં કરવા અમને આનંદ થશે. “

આ પણ વાંચોઃ PM મોદીનું જાપાનમાં ભવ્ય સ્વાગત, હોટલ બહાર લાગ્યા મોદી-મોદીના નારા

Back to top button