સુર્ય રોહિણી નક્ષત્રમાં આવતા જ આરંભ થશે નૌતપાઃ હજુ વધશે ગરમી
- આ વર્ષે નૌતપા 22મેથી શરૂ થશે
- સુર્ય 5 જુન સુધી રોહિણી નક્ષત્રમાં રહેશે
- 5 જુન બાદ નૌતપા સમાપ્ત થશે
હિંદુ પંચાંગ અનુસાર દર વર્ષે જેઠ મહિના દરમિયાન નૌતપા આરંભ થાય છે. તે 15 દિવસનુ હોય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ નક્ષત્ર 15 દિવસ રહે છે, પરંતુ શરૂઆતના પહેલા જે નવ નક્ષત્રો પર રહે છે તે નૌતપા કહેવાય છે. તાજેતરમાં ગરમી ખૂબ જ વધુ છે. મે મહિનાના અંતિમ સપ્તાહમાં સુર્ય અને પૃથ્વીની વચ્ચેનું અંતર ઘટી જાય છે. સુર્ય હાલમાં રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે. આવા સંજોગોમાં સુર્યના કિરણો સીધા ધરતી પર પડે છે, જેના કારણે પ્રચંડ ગરમી પડે છે. જાણો નૌતપાનુ જ્યોતિષની દ્રષ્ટિએ શું મહત્ત્વ છે?
નૌતપા શું હોય છે?
જેઠ મહિનાના સુદ પક્ષમાં આદ્રા નક્ષત્રથી લઇને દસ નક્ષત્રો સુધી જો વરસાદ ન થાય તો ચોમાસામાં વરસાદ થતો નથી. જો આ નક્ષત્રોમાં વધુ ગરમી પડે તો વરસાદ સારો થાય છે. આ વર્ષે નૌતપા 22મેથી શરૂ થશે. સુર્ય 5 જુન સુધી રોહિણી નક્ષત્રમાં રહેશે અને 5 જુન બાદ નૌતપા સમાપ્ત થશે. ઉલ્લેખનીય છે કે નૌતપાનો સૌથી વધુ પ્રભાવ નવ દિવસ સુધી રહે છે. 10માં દિવસે સુર્ય અને ધરતીની વચ્ચેનું અંતર વધવા લાગે છે.
નૌતપામાં કરો સુર્ય દેવની ઉપાસના
નૌતપા દરમિયાન સુર્યની આરાધના કરવાથી મનુષ્યની જન્મ કુંડળીમાં વિરાજમાન તમામ ગ્રહ દોષોમાંથી મુક્તિ મળે છે. પ્રત્યક્ષ દેવતા સુર્ય અને ચંદ્ર બંનેમાં પૂર્વ જન્મના પાપમાંથી મુક્તિ અપાવવાની શક્તિ છે. સુર્ય અને ચંદ્રને અર્ધ્ય આપવા અને પ્રણામ કરવાથી પ્રાણી ભવસાગર તરી જાય છે.
આ પણ વાંચોઃ શું છે Egg Freezing? શા માટે આ ફર્ટિલિટી સોલ્યુશન થઇ રહ્યુ છે લોકપ્રિય?