બનાસકાંઠા : ડીસાના નાનાજી દેશમુખ ગાર્ડન આગળ આમ આદમી પાર્ટી દ્વારા હનુમાન ચાલીસાનો પાઠ કરાયો
પાલનપુર : ડીસામાં વિવાદિત નાનાજી દેશમુખ ગાર્ડન હાઈકોર્ટેના આદેશ બાદ આજે પાલિકા દ્વારા ખુલ્લો મુકવામાં આવી રહ્યો છે, ત્યારે ફરીથી નાનાજી દેશમુખ ગાર્ડનને કોઈ વિધ્ન ન આવે તે માટે આમ આદમી પાર્ટી દ્વારા આજે બગીચાના લોકાર્પણ પહેલાં હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી ઉતર ગુજરાત ઝોન ડો. રમેશભાઈ પટેલ, એડવોકેટ સુભાષભાઈ ઠક્કર, એડવોકેટ મુસતિક મેમન, એડવોકેટ આર. કે. ચૌહાણ, કમલેશભાઈ ઠક્કર, રવિભાઈ દયાણી, હાર્દિકભાઈ ઠક્કર, તેજાભાઈ દેસાઈ સહિત આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકર્તાઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહીને સમુહ હનુમાન ચાલીસાનો પાઠ કરી શ્રી રામ ભક્ત હનુમાનજીને પ્રાર્થના કરી હતી સતા પક્ષના નેતાઓને સદબુદ્ધિ આપે તેમજ આજે ફરીથી ચાલું થતાં નાનાજી દેશમુખ ગાર્ડનને કોઈ વિધ્ન ન આવે તેવી પણ પ્રાર્થના કરવામાં આવી હતી. સાથેસાથે નાનાજી દેશમુખ ગાર્ડન ચાલું થતાંની સાથે કોઈ અસમાજીક તત્વો ધુસી ન જાય તેમજ બગીચામાં આવતાં સહેલાણીઓ માટે ફરજિયાત પોલીસ પોઈન્ટ મુકવામાં આવે તેવી આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી હતી.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, ભાજપ શાસિત ડીસા પાલિકા દ્વારા બે કરોડના ખર્ચે નાનાજી દેશમુખ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો હતો. જે બાદમાં અંદરો અંદર વિવાદ ઊભો થતાં નાનાજી દેશમુખ ગાર્ડન પર સ્ટે આવી જતાં બગીચો છેલ્લા ત્રણ વર્ષથી બંઘ પડેલ હતો. બાદમાં બગીચામાં આગ લાગતાં બગીચો વેરાન બની જવા પામ્યો હતો, ત્યારે આમ આદમી પાર્ટીના ડીસા શહેર પ્રમુખ એડવોકેટ સુભાષભાઈ ઠક્કર અને ડો રમેશભાઈ પટેલ સહિત એડવોકેટ મુસતિક મેમન દ્વારા જિલ્લા કલેક્ટર થી લઈને મુખ્યમંત્રી સુધી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છતાં બગીચો ચાલું ના કરાતાં ત્રણેય અરજદારો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરાતાં હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં નાનાજી દેશમુખ ગાર્ડન ચાલુ કરવાનો પાલિકાને હુકમ કરાયો હતો. અને પાલિકા દ્વારા નાનાજી દેશમુખ ગાર્ડનને ફરીથી રીનોવેશન કરવામાં આવ્યો હતો.
બાદમાં પણ નાનાજી દેશમુખ ગાર્ડન ચાલુ ના કરાતાં અરજદાર સુભાષભાઈ ઠક્કર દ્વારા હાઈકોર્ટના આદેશની અવગણના કરવા બદલ ડીસા પાલિકાને કોર્ટ ઓફ કંટેમ્પટની નોટીસ ફટકારી હતી. બાદમાં પાલિકાના સત્તાધીશો હરકતમાં આવ્યા હતા. અને શનિવારે સાંજે 6 વાગે નાનાજી દેશમુખ ગાર્ડન શહેરજનો માટે ખુલ્લો મુકવાની પાલિકા દ્વારા જાહેરાત કરવાની ફરજ પડી છે. ત્યારે વિવાદિત નાનાજી દેશમુખ ગાર્ડનને ફરીથી લોકાર્પણ બાદમાં કોઈ વિધ્ન ન આવે તે માટે આમ આદમી પાર્ટી દ્વારા સવારના પહોરમાં શનિવાર હોઈ હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો હતો. અને હનુમાનજીને પ્રાર્થના કરવામાં આવી હતી. જ્યારે આપના હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા બગીચા આગળ પોલીસ પોઈન્ટ મુકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી..
આ પણ વાંચો : અમદાવાદ : પોલીસ પર પથ્થરમારો, ચાઇના ગેંગના લીડરને બચાવવા માટે સાગરીતોએ કર્યો હુમલો