કચ્છ: મુન્દ્રામાં મેરીટાઇમ બોર્ડ હસ્તકના પોર્ટ પર જહાજમાં લાગી આગ
કચ્છના મુન્દ્રામાં મેરીટાઇમ બોર્ડ હસ્તકના પોર્ટ પર આગની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરો દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. લાકડનાના જહાજમાં આગ લાગતા ઝડપી પ્રસરી ગઈ હતી. અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. જેથી ધુમાડાના ગોટે-ગોટા ઉડતા નજરે પડ્યા હતા.
આ પણ વાંચો : કર્ણાટકના CM તરીકે સિદ્ધારમૈયાએ લીધા શપથ, આ ધારાસભ્યોને પણ મળ્યા મંત્રીપદ
મુન્દ્રામાં મેરીટાઇમ બોર્ડ હસ્તકના પોર્ટ પર આગ
પ્રાપ્ત વિગતો મુજબ કચ્છનાં મુન્દ્રામાં મેરીટાઇમ બોર્ડ હસ્તકના પોર્ટ પર આગનો બનાવ સામે આવ્યો છે. મેરીટાઇમ બોર્ડ હસ્તકના પોર્ટ પર લાકડાના મોટા જહાજમાં અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ મોટા પ્રમાણમાં લાગી હોવાના લીધે જહાજમાં ભારે નુકસાન થયું છે. જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી.
આગ લાગવાનુ કારણ હજુ અકબંધ
આગની આ ઘટનામા જહાજ ભડકે બળ્યું હતું.આ ઘટનાની જાણ થતાં જ અદાણી પોર્ટના 3 ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધરાયા હતા.આસપાસ ઉભેલા અન્ય જહાજોમા આગ ન પ્રસરે તેવા પ્રયત્ન હાથ ધર્યા હતા. જો કે આગ લાગવાનુ કારણ હજુ અકબંધ છે. આગ પર કાબુ મેળવ્યા બાદ ક્યાં કારણે આગ લાગી હતી તે મામલે તપાસ કરવામા આવી રહી છે. તપાસ બાદ સાચી માહિતી બહાર આવી શકે છે.
આ પણ વાંચો : કર્ણાટકના CM તરીકે સિદ્ધારમૈયાએ લીધા શપથ, આ ધારાસભ્યોને પણ મળ્યા મંત્રીપદ