ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

લોકો તમારાથી દુર રહે છે? ક્યાંક તમે જ જવાબદાર નથી ને?

  • ક્યારેક તમારી અંદર ઝાંખીને જુઓ, ક્યાંક તમારે બદલાવાની જરૂર તો નથી ને?
  • તમારાથી જો લોકો દુર ભાગતા હોય તો ક્યાંક તમારો સ્વભાવ જવાબદાર હોઇ શકે
  • બીજાને બદલવાની કોશિશ કરવાના બદલે આપણી આદતો બદલવી જોઇએ

તમે તમારી આસપાસ કેટલાય એવા લોકો જોયા હશે, જેની સાથે વાત કરવામાં કોઇને રસ હોતો નથી. લોકો તેની સાથે વાત કરવામાં પાછીપાની કરે છે. જોક્યારેક વાત કરવી પડે તો પણ વાત જલ્દી ખતમ કરીને ભાગવાનું વિચારે છે. તમારા મનમાં સવાલ થતો હશે કે આવું કેમ થાય છે? તેની પાછળનું કારણ જે તે વ્યક્તિની એવી આદતો હોય છે, જે તેના નેચરને ટોક્સિક બનાવી દે છે.

આ કારણે બધુ નોર્મલ થયા બાદ પણ લોકો તેમની સાથે વાત કરવાનું પસંદ કરતા નથી. ઘણી વખત અજાણતા એવું થઇ જાય છે કે લોકો જે-તે વ્યક્તિથી અંતર રાખવા લાગે છે. જો તમારી સાથે પણ એવું કંઇક થઇ રહ્યુ છે તો તમારે જરૂર છે તમારી આદતોને બદલીને તમારા નેચરને બદલવાની.

તમારી આ આદતો બદલીને પર્સનાલિટી સુધારો hum dekhenge news

ડબલ સ્ટાન્ડર્ડ ન રાખો

કેટલાક લોકો પોતાના ફેમિલી અને ફ્રેન્ડ્સની આગળ સારા-ખોટાની એડવાઇઝ આપવાનું ખૂબ પસંદ કરે છે. જ્યારે આ વાત તેમની પર આવે છે તો તેઓ એ શીખ ભુલી જાય છે. તેઓ બીજાની સાથે ખોટો વ્યવહાર કરવામાં પાછુ વળીને જોતા પણ નથી. તમારુ આ વર્તન તમને અન્ય લોકોથી દુર કરી દે છે. આ કારણે તમારે ડબલ સ્ટાન્ડર્ડ બનવાથી બચવુ જોઇએ અને તમામની ઇજ્જત કરવી જોઇએ.

તમારી આ આદતો બદલીને પર્સનાલિટી સુધારો hum dekhenge news

કોઇની કમી કાઢવાથી બચો

એવા ઘણા લોકો છે, જે કોઇ પણ કારણ વગર બીજાની કમી કાઢવા લાગે છે. આ તેમનો શોખ હોય છે. તમારે ધ્યાન રાખવુ જોઇએ કે કોઇ પણ વ્યક્તિ પરફેક્ટ હોતી નથી. તમારી અંદર પણ કોઇને કોઇ કમી હશે. તમારે બીજાની નહીં તમારી કમીઓ પર ધ્યાન આપવુ જોઇએ. લોકોમાં કમીઓ શોધનાર વ્યક્તિને કોઇ પસંદ કરતુ નથી, તે તમારી નેગેટિવીટી દર્શાવે છે. તેથી આ આદત બદલો અને પોઝિટિવ વિચારસરણી રાખો.

તમારી આ આદતો બદલીને પર્સનાલિટી સુધારો hum dekhenge news

ચાડી-ચુગલી બિલકુલ ન કરો

બીજાઓની ચાડી-ચુગલી કરવી કે તેમની પીઠ પાછળ તેમની બુરાઇ કરવી સારી આદત નથી. તમારી આ ગંદી આદતો લોકોને તમારાથી દુર કરી દે છે. કેટલાય લોકોને એવી આદત હોય છે કે સામે કોઇના વખાણ કરતા થાકતા નથી, પરંતુ પીઠ પાછળ તેની નિંદા કર્યા કરે છે. જો તમને પણ પીઠ પાછળ બુરાઇ કરવાનીઆદત હોય તો તમારે તે સુધારવી જોઇએ.

તમારી આ આદતો બદલીને પર્સનાલિટી સુધારો hum dekhenge news

તુલના કરવાથી બચો

કેટલાય લોકોને પોતાની તુલના બીજા સાથે કરવાની ખૂબ આદત હોય છે. તમારી આ આદત તમારા પોતાના લોકોને હર્ટ કરી શકે છે. તમે જાણતા કે અજાણતા કોઇની ફીલિંગ્સને હર્ટ કરી શકે છે. તમારી આ આદત તમને લોકોથી દુર કરી દે છે. આ કારણ છે કે ફેમિલી કે મિત્રોની તુલના કોઇની સાથે કરવાથી બચો અને બધા સાથે સારો વ્યવહાર કરો.

આ પણ વાંચોઃ પિઝા લવર ખાંસ વાંચો ! સુરતમાં જાણીતી બ્રાન્ડના પિઝાના નમૂના ફેલ

Back to top button