કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધારમૈયાએ આજે કર્ણાટકના 30મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સિવાય ડીકે શિવકુમારે નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સિવાય સિદ્ધારમૈયાની કેબિનેટમાં વધુ આઠ ધારાસભ્યોને સામેલ કરવામાં આવ્યા છે.
સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
આજે કર્ણાટકમાં સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી તરીકે અને ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. આ ઉપરાંત ઘણા ધારાસભ્યોને કેબિનેટ મંત્રીના શપથ પણ શપથ લીધા હતા. આ શપથ ગ્રહણ સમારોહ બેંગલુરુના કાંતિરવા સ્ટેડિયમમાં ચાલી રહ્યો છે. કર્ણાટકમાં જીત બાદ કોંગ્રેસ પાર્ટી પૂરજોશમાં છે. શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઘણા વિપક્ષી નેતાઓએ હાજરી આપી હતી.
વિપક્ષી પાર્ટીઓના નેતા પણ રહ્યા હાજર
આજે કર્ણાટકમાં સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી અને ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. આ ઉપરાંત ઘણા ધારાસભ્યોને કેબિનેટ મંત્રીના શપથ પણ લેવડાવવામાં આવશે. આ શપથ ગ્રહણ સમારોહ બેંગલુરુના કાંતિરવા સ્ટેડિયમમાં ચાલી રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં વિપક્ષી પાર્ટીઓના નેતા પણ હાજર રહ્યા. જોકે, મોટી સંખ્યામાં વિપક્ષી નેતાઓના જમાવડાથી 2024ની ચૂંટણી માટે ગઠબંધનનો માર્ગ ખુલશે કે કેમ એ પણ ચર્ચાનો વિષય બન્યો છે.
આ ધારાસભ્યોને પણ મળ્યા મંત્રીપદ
કર્ણાટકના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપરાંત ધારાસભ્ય સતીશ જરકીહોલી, ડો.જી. પરમેશ્વર, કેએચ મુનિયપ્પા, કેજે જ્યોર્જ અને એમબી પાટીલે નવી ચૂંટાયેલી કર્ણાટક સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. કોંગ્રેસના ધારાસભ્ય જી પરમેશ્વરાએ કેબિનેટ મંત્રી તરીકે , કે.એચ. મુનિયપ્પા, કે.જે. જ્યોર્જ અને એમ.બી. પાટીલે નવી ચૂંટાયેલી કર્ણાટક સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. આ નેતાઓ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે.કોંગ્રેસના ધારાસભ્ય પ્રિયંક ખડગેએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. પ્રિયંક ખડગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર છે.
આ પણ વાંચો : અમદાવાદ : પોલીસ પર પથ્થરમારો, ચાઇના ગેંગના લીડરને બચાવવા માટે સાગરીતોએ કર્યો હુમલો