ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

પિઝા લવર ખાંસ વાંચો ! સુરતમાં જાણીતી બ્રાન્ડના પિઝાના નમૂના ફેલ

Text To Speech

સુરતીઓ ખાવા-પીવાના ખુબ શોખીન હોય છે. છેલ્લા ઘણા સમયથી સુરતમાં ખાવા-પીવાની વસ્તુઓમાં ભેળસેળના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં મસાલા અને પનીર બાદ હવે ચીઝ-માયોનીઝમાં ભેળસેળ મળી આવી છે. સુરતના 6 અગ્રણી રેસ્ટોરન્ટના ચીઝ-માયોનીઝનો જથ્થો અખાદ્ય હોવાનું માલુમ પડ્યું છે. જે બાદ 40 કિલો અખાદ્ય ચીઝ અને મયોનીઝ જથ્થાનો નાશ કરવામા આવ્યો છે.

6 અગ્રણી રેસ્ટોરન્ટના ચીઝ-માયોનીઝમાં ભેળસેળ

જાણકારી મુજબ સુરતના 6 અગ્રણી રેસ્ટોરન્ટના ચીઝ-માયોનીઝમાં ભેળસેળનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના આરોગ્ય વિભાગ દ્વારા સુરતના પોશ ગણાતા એવા ઘોડદોડ રોડ અને પીપલોદ જેવા વિસ્તારોના પિત્ઝા સેન્ટરોમાં ચીઝ અને માયોનીઝના લીધેલ નમુના ગુણવત્તા ધારા ધોરણ મુજબના નિકળ્યા ન હતા.

પિઝા-humdekhengenews

40કીલો ચીઝ/માયોનીઝનો નાશ કરાયો

ફુડ સેફટી ઓફિસરો ધ્વારા મે મહિનામાં વિવિધ સ્થળોએ તપાસ કરી ચીઝ/માયોનીઝનાં નમૂનાઓ લીધ્યા હતા દે પૈકી કુલ 6 નમુનાઓ ધારા ધોરણ મુજબના માલુમ પડેલ નથી. જેથી આ 6 સંસ્થા/ઈસમો સામે એડજયુડીકેટીંગ ઓફીસર સમક્ષ ફરીયાદ દાખલ કરવામાં આવશે. આ સંસ્થાઓમાંથી આશરે 40કીલો ચીઝ/માયોનીઝનો નાશ કરવામાં આવેલ છે.

અગાઉ પણ ખાદ્ય પદાર્થોમાં મળી આવી હતી ભેળસેળ

ઉલ્લેખનીય છે કે અગાઉ મસાલામાં ભેળસેળ, ત્યાર બાદ પનીરમાં ભેળસેળનો કિસ્સો સામે આવ્યો હતો. આમ વિવિધ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા લોકો સામે કાર્યવાહી કરવા સુરતના આરોગ્ય વિભાગ દ્વારા તજવીજ હાથ ધરવામા આવી છે.

આ 6 સંસ્થાના નમૂના ફેઈલ ગયા

1. સફાયર ફૂડ્સ ઈન્ડિયા લિમિટેડ (પિઝા હટ) ઘોડદોડ રોડ

2. દેવ હોસ્પિટાલિટી (લા-પીનોઝ પિઝા) પાલનપોર

3. પ્રેરણા હોસ્પિટાલિટી (કેએસ ચારકોલ) પીપલોદ

4. ડેન્સ પિઝા, અડાજણ

5. ગુજ્જુ કાફે, જહાંગીરાબાદ

6. જુબિલિયન્ટ ફૂડ વર્ક્સ લિ.(ડોમિનોસ પિઝા) ભરથાણા (વેસુ)

 આ પણ વાંચો : 10મી ચિંતન શિબર-2023 : એકતાનગર ખાતે પ્રથમ દિવસે બે મહત્વપૂર્ણ ચર્ચાસત્ર યોજાયા

Back to top button