મનોરંજનસ્પોર્ટસ

બ્રાવો બાદ ક્રિસ ગેલ પણ સંગીત ઉપર હાથ અજમાવશે, આલ્બમ લોન્ચ કરશે

Text To Speech
  • ક્રિસ ગેલે આર્કો પ્રવો મુખર્જી સાથે રેપ સોંગ ગાયું
  • ‘ઓ ફાતિમા’નું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું
  • આર્કોએ Jism 2થી હિન્દી ગીતોની દુનિયામાં પગરવ માંડ્યા હતા

વેસ્ટ ઈન્ડિઝનો વધુ એક ખેલાડી સંગીતની દુનિયામાં ડગલાં માંડવા તૈયાર થઈ રહ્યો છે. ક્રિકેટની પીચ પર ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરનાર વેસ્ટ ઈન્ડિઝનો પ્રખ્યાત ક્રિકેટર ક્રિસ ગેલ હવે સંગીતના તાલે પોતાની પ્રથમ મેચ રમવાની તૈયારી કરી રહ્યો છે. ક્રિસ ગેલ ટૂંક સમયમાં એક મ્યુઝિક આલ્બમમાં ગીત ગાવા જઈ રહ્યો છે અને આ આલ્બમમાં ક્રિસ ગેલનો પાર્ટનર ગાયક-સંગીતકાર આર્કો પ્રવો મુખર્જી છે.

ગાયન પ્રત્યે વર્ષોથી લગાવ : ગેલ

આ આલ્બમમાં ક્રિસ ગેલે આર્કો સાથે રેપ ગાયું છે. મ્યુઝિક આલ્બમ વિશે વાત કરતાં ક્રિસ ગેલ કહે છે, ‘ભારત અને આઈપીએલ સાથેનો મારો કાર્યકાળ હંમેશા યાદગાર રહ્યો છે અને હવે સંગીત અને ગાયકી પ્રત્યેનો મારો સ્વાભાવિક પ્રેમ ‘ઓહ ફાતિમા’ દ્વારા પૂરો થવા જઈ રહ્યો છે. મ્યુઝિક આલ્બમ ‘ઓહ ફાતિમા’ના ગાયક-સંગીતકાર આર્કો પ્રવો મુખર્જી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં આર્કો તરીકે પ્રખ્યાત છે. આર્કોએ કહ્યું, “અમારો ઉદ્દેશ્ય ભારતીય સંગીત ઉદ્યોગને વૈશ્વિક પ્લેટફોર્મ પર લઈ જવાનો છે. ‘ઓહ ફાતિમા’ તેનો અવતાર છે. ક્રિસ ગેલ ગ્લોબલ આઇકોન છે. તેમનું વ્યક્તિત્વ ક્રિકેટની પીચ પર અને તેમના સંગીતમાં ગુંજી ઉઠે છે.

‘ઓ ફાતિમા’નું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું

વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલ અને આર્કો પ્રવો મુખર્જીના મ્યુઝિક આલ્બમ ‘ઓ ફાતિમા’નું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. આર્કો પ્રવો મુખર્જીએ મહેશ ભટ્ટની ફિલ્મ જિસ્મ 2 દ્વારા હિન્દી સિનેમામાં સંગીતકાર અને ગીતકાર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી.

Back to top button