થરાદમાં પોલીસની ચેકિંગ ઝુંબેશ, 53 વાહનચાલકો પાસેથી 28 હજારના દંડની કરાઈ વસૂલાત
- ટ્રાફિક નિયમોના ભંગ મામલે કાર્યવાહી
પાલનપુર : ટ્રાફિક નિયમને લઈ થરાદ પોલીસ એક્શનમાં આવી છે. થરાદમાં પોલીસ દ્વારા વાહનચેકીગની ઝુબેશ રાખી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં હેલ્મેટ વિના વાહન ચલાવતા ચાલકો 45, બ્લેક ફિલ્મ વાળા વાહન ચાલકો 7, શીટ બેલ્ટ વગરના વાહન ચાલક 1 પાસેથી કુલ રૂ. 28000 વસુલ કરવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ અકસ્માતના ગંભીર પ્રકારના બનાવો ન બને અને લોકોમાં ટ્રાફીકની જાગૃતિ આવે તે સારૂ વાહનચેકીગની ઝુંબેશ હાથ ધરવા આપેલી સુચનાને પગલે થરાદ પોલીસ સ્ટાફના માણસો દ્વારા થરાદ શહેરમાં વાહનચેકીંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં હેલ્મેટ, લાયસન્સ વગર, બ્લેક ફિલ્મ, શીટ બેલ્ટ સહિતના ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી દંડ વસુલ કરવામાં આવ્યો છે. જેમાં હેલ્મેટ વિના વાહન ચલાવતા ચાલકો-45 જેમની પાસેથી 24000 રૂપિયા તેમજ બ્લેક ફિલ્મવાળા વાહન ચાલકો-7 જેમની પાસેથી કુલ 3500 રૂપિયા તેમજ શીટ બેલ્ટ વગરના વાહન ચાલકો-1 એન.સી. સ્થળ દંડ -56 કરીને દંડ પેટે 28000 વસુલ કરવામાં આવ્યા હતા અને એક વાહન ડિટેઈન કરવામાં આવ્યું હતું.
આ ઝુંબેશ દરમિયાન વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોથી વાકેફ કરી નિયમોનુ પાલન કરવાની સમજ આપવામાં આવી હતી. થરાદ તાલુકાના તમામ દ્વિ ચક્રી વાહન ચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરવા તેમજ ફોર વ્હીલર વાહન ચાલકોને શીટ બેલ્ટ પહેરવાની પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી. જ્યારે ટ્રાફિક જાગૃતિના અલગ – અલગ જગ્યાએ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : બનાસકાંઠા : રતનપુરમાં તત્કાલીન તલાટી અને પંચાયતના હોદ્દેદારોએ પ્લોટ પાડી 40 હજારમાં વેચી દીધા