ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

ઘરમાં વડીલોના ચિડચિડિયા સ્વભાવને આ રીતે કરો હેન્ડલ

  • ઘરના વડીલો સાથે ડીલ કરવી સરળ નથી હોતી
  • વડીલોના વર્તનને સમજવુ મુશ્કેલ બની જાય છે
  • વડીલોને તમારા સપોર્ટની જરૂર છે એ ન ભુલો

એવું કહેવાય છે એક સ્પેસિફિક એજ બાદ ઘરના વૃદ્ધો બાળકો બની જાય છે. તે બાળકોની જેમ જ અણસમજુ બની જાય છે અથવા તો બેજવાબદારી ભર્યુ વર્તન કરે છે. તેમની આ વર્તણુંક આપણને ભલે ગુસ્સો અપાવતી હોય, પરંતુ એ વાત પણ એટલી જ સાચી છે કે તેમને આ ઉંમરમાં પરિવારના સપોર્ટની જરૂર પડે છે.

આવા સંજોગોમાં ઘણી વખત વૃદ્ધ લોકોનો સ્વભાવ ચિડચિડિયો થઇ જાય છે. તે કોઇ પણ વસ્તુને લઇને જીદ કરવા લાગે છે અને ગુસ્સો પણ કરી બેસે છે. જો આવું કંઇ ન થાય તો તેઓ ઉદાસ થઇને બેસી જાય છે. તેમના આ વર્તનના કારણે એ સમજવુ મુશ્કેલ હોય છે કે તેમની સાથે ડીલ કેવી રીતે કરવી. કેટલીક ટિપ્સને ફોલો કરો વડીલો સાથે ડીલ કરવી સરળ બની જશે.

ઘરમાં વડીલોના ચિડચિડિયા સ્વભાવને આ રીતે કરો હેન્ડલ hum dekhenge news

તેમની નારાજગીને જાણો

ઘણી વખત વૃદ્ધોને ગુસ્સો આવી જાય છે અને તેઓ ઘરના સભ્યોને કંઇ પણ સંભળાવી દે છે. જો કોઇ એક વ્યક્તિ ગુસ્સો કરી રહી છે તો તમે શાંત રહો. તે વ્યક્તિની વાત સાંભળો, તેનો ગુસ્સો ઠંડો થાય પછી તેની સાથે વાત કરો. કોઇ દલીલો ન કરો. લડાઇ-ઝઘડાને રૌદ્ર સ્વરૂપ આપવાના બદલે તેમની નારાજગીનું કારણ જાણો અને તેનો ઉકેલ લાવવાની કોશિશ કરો.

તેમને સ્પેશિયલ ફીલ કરાવો

આપણે ઘણી વખત આપણી લાઇફમાં એટલા બીઝી થઇ જઇએ છીએ કે ના ઇચ્છવા છતા પણ ઘરના વડીલોની અવગણના કરીએ છીએ. આ કારણે પણ તેઓ ચિડચિડીયા થઇ જતા હોય છે. તમે તમારા વડીલોને સ્પેશિયલ ફીલ કરાવો. મે નાની નાની બાબતોમાં તેમની મદદ કરીને તેમને પ્રેમનો અહેસાસ કરાવી શકો છો. તેમની તબિયત અંગે પુછવુ, તેમને ક્યારેક મંદિર લઇ જવા, કે સીડી ચડતા તેમનો હાથ પકડવો જેવા કામ કરો. તેમની કેર કરો, તેમનું મહત્ત્વ છે તેવો અહેસાસ કરાવો.

ઘરમાં વડીલોના ચિડચિડિયા સ્વભાવને આ રીતે કરો હેન્ડલ hum dekhenge news

વડીલોની મદદ લો

ઘરમાં વડીલો સાથે કામ કરાવવુ સારી વાત નથી, તેવા તમારા સુવિચારોની ક્યારેક ઉલટી અસર થઇ શકે છે. તમે વડીલોને કામ નથી કરવા દેતા તો તેઓ ઘરમાંથી કપાયેલા હોવાનું અનુભવવા લાગે છે. આ કારણે વૃદ્ધો બોરિંગનેસ અને એકલતા ફીલ કરે છે. આવા સંજોગોમાં તમે તેમની પાસે નાના નાના કામ કરાવી શકો છો.

તમારી પરેશાની વહેંચો

કેટલાય લોકો પોતાના ઘરના વડીલો સાથે પોતાની કોઇ તકલીફ શેર કરતા નથી. આમ ન કરો. જો તમે આમ કરશો તો તેમને લાગશે કે તમારા માટે તેમને કોઇ  વાત કહેવી જરૂરી નથી. વડીલોને ઘરમાં કોઇ મહત્ત્વ આપતુ નથી. આ કારણે તેઓ ચિડચિડિયા થઇ જાય છે. આ કારણે ઘરના વડીલો સાથે વાતો શેર કરવી જરૂરી છે.

આ પણ વાંચોઃહવે માતા-પિતા બાળકોના નામે મ્‍યુચ્‍યુઅલ ફંડમાં રોકાણ કરી શકશે

Back to top button