કચ્છ - સૌરાષ્ટ્ર

ગુજરાતના પૂર્વ મંત્રી વલ્લભભાઈ વઘાસિયાનું માર્ગ અકસ્માતમાં મોત, બુલડોઝર સાથે કાર અથડાઈ

Text To Speech

ગુજરાતના પૂર્વ કૃષિ મંત્રી અને અમરેલી જિલ્લાના ભાજપના વરિષ્ઠ નેતા વલ્લભભાઈ વઘાસિયાનું નિધન થયું છે. માર્ગ અકસ્માતમાં તેમણે જીવ ગુમાવ્યો હતો. વલ્લભભાઈની કાર અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર નજીક બુલડોઝર સાથે અથડાઈ હતી અને અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું. મોડી સાંજે તેમને અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી મુજબ વઘાસિયા એક ગામથી સાવરકુંડલા પરત ફરી રહ્યા હતા ત્યારે રાત્રે 8.30 વાગ્યાના સુમારે તેમને અકસ્માત નડ્યો હતો. તેમની સાથે કારમાં અન્ય એક વ્યક્તિ પણ બેઠો હતો. આમાં તે વ્યક્તિને ઈજા પણ થઈ છે. વલ્લભભાઈ વઘાસિયાના મૃત્યુના સમાચારથી ભાજપ તથા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : દ્રોપદી મુર્મૂ વિશે આ શું બોલી ઉઠ્યા શિક્ષણમંત્રી ? ભાષણ આપતા કુબેર ડિંડોરની જીપ લપસી
ગુજરાતના - Humdekhengenewsવઘાસિયા કાર ચલાવી રહ્યા હતા ત્યારે અચાનક તેમની કાર બુલડોઝર સાથે અથડાતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. વલ્લભભાઈ વઘાસિયાના અકસ્માતના સમાચાર મળતા જ ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલે દોડી આવ્યા હતા. જો કે તેમને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે સાવરકુંડલા પોલીસે બનાવ સંદર્ભે ગુનો નોંધી અકસ્માતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. વઘાસિયા નાની વયે આરએસએસમાં જોડાયા હતા. વલ્લભભાઈ વઘાસિયાની રાજકીય સફર ત્યાંથી શરૂ થઈ હતી અને તેમણે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહામંત્રી રહીને સંગઠનમાં અનેક મહત્વપૂર્ણ કાર્યો કર્યા છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ભાજપ સંગઠનમાં કાર્યરત હતા. આજે તેમનું અકસ્માતમાં મૃત્યુ થતા સાવરકુંડલા વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

Back to top button