ધર્મ

બ્રહ્માંડમાં ગુંજે છે ૐ….. જાણો ઓમ જાપના ફાયદા

ઓમને પ્રથમ ધ્વનિ તરીકે ગણવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે કુદરતી ધ્વનિ ‘ ઓમ ‘ બ્રહ્માંડમાં ગુંજે છે. ૐ ને મૂળ મંત્ર પણ ગણવામાં આવે છે અને સંસ્કૃતના મોટાભાગના મંત્રોની શરુઆત ૐથી થાય છે. ૐ અ+ઉ+મ એ ત્રણ ધાતુઓનો બનેલો શબ્દ છે. ઓમકાર એ પૃથ્વીની સૌથી પ્રાચીન સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને તેને બ્રહ્માંડની ઉત્પત્તિ પછીનો કે ઉત્પત્તિ સમયનો પ્રથમ શબ્દ ગણવામાં આવે છે.

Hindu Om Wallpapers - Top Free Hindu Om Backgrounds - WallpaperAccess

 

ઓમ જાપના લાભ

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ‘ ૐ’ ના નાદથી માનસિક અને શારીરિક તણાવ સમાપ્ત થાય છે અને મન શૂન્ય તરફ આગળ વધે છે.એવું માનવામાં આવે છે કે નિયમિતપણે ઓમ જાપ કરવાથી એકાગ્રતા અને યાદશક્તિ વધે છે.રોજ ‘ઓમ’ના ઉચ્ચારણથી વ્યક્તિને રોગમાંથી મુક્તિ મળે છે અને આસપાસના વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેમજ વ્યક્તિને તેના લક્ષ્ય માટે એકાગ્રતા મળે છે.તમને જણાવી દઈએ કે સૂર્યોદય પહેલા ‘ઓમ’ નો જાપ કરવો સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ઓછામાં ઓછા 108 વાર ઓમનો ઉચ્ચાર કરવો જોઈએ અથવા જાપ કરવો જોઈએ. આમ કરવાથી લાભ મળે છે.’ઓમ’માં A, U અને M, 3 અક્ષરો છે. આ ત્રણ અક્ષરોમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ રહે છે. આવી સ્થિતિમાં દરરોજ ઓમનો જાપ કરવાથી આ દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છેસ્ટ્રેસ અને અનિદ્રા જેવી સમસ્યાઓ પણ નિયમિત રીતે ઓમનો જાપ કરવાથી દૂર થઈ શકે છે.ઓમનો જાપ કરતી વખતે આખા શરીરમાં સ્પંદન થાય છે, જેનાથી તમારા આખા શરીરને ફાયદો થાય છે.પેટ અને બ્લડ પ્રેશરને લગતી સમસ્યાઓમાં પણ ઓમ જાપ ફાયદાકારક છે.જો ધ્યાન સાથે ઓમ જાપ કરવામાં આવે છે, તો તે તમને સકારાત્મકતા, શાંતિ અને ઊર્જા આપે છે.માત્ર ઓમનો જાપ કરવાથી શારીરિક અને માનસિક બંને રીતે શાંતિ મળે છે.ઓમનો જાપ અને ઓમ જાપ કરવાથી આસપાસના વાતાવરણમાં પણ સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.ઓમ બોલવા થી શરીરનુ શ્વાસ સારુ રહે છે ઓમ બોલવા થી શરીર ના ભાગ મા એક અનુભૂતિ થાય છે

ૐ નું ઉચ્ચારણ કરવાથી શરીરને થાય છે ફાયદા... | Charotar Sandesh

ॐ મંત્ર નો જાપ કરવાથી શરીરમાં મહેસૂસ થશે આ અલૌકિક ફેરફાર

 ૐ  બોલવાથી એક ખાસ પ્રકારના વાઈબ્રેશન ઊભા થાય છે. તે બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રાખે છે. તે શરીર તથા મનના સમગ્ર વિકાસમાં મદદરૂપ બને છે. શ્રેષ્ઠ વસ્તુ એ છે કે તેની કોઈ સાઈડ ઈફેક્ટ્સ પણ નથી.તમને જાણીને નવાઈ લાગશે પણ આપણે જન્મીએ ત્યારથી જ આપણામાં સુષુપ્ત શક્તિઓ છૂપાયેલી હોય છે. પરંતુ આ શક્તિઓ કેવી રીતે ઓળખવી? તેની સૌથી આસાન ચાવી છે ઓમકાર. તમે રોજ ઓમ મંત્રનો જાપ કરશો તો તમે તમારી અંદર પડેલી શક્તિઓનો સાક્ષાતકાર કરી શકશો. ઓમ મંત્રમાં જે શક્તિ છૂપાયેલી છે તે જાણીને તમે દંગ થઈ જશો.હિન્દુ માન્યતા અને ઉપનિષદોમાં ઉલ્લેખ મુજબ ઓમ એ આ સૃષ્ટિમાં જન્મ લેનાર સૌથી પહેલો શબ્દ છે. એ સમયે આખા જગતમાં સન્નાટો હતો અને તેમાં સૌ પ્રથમ ઓમ શબ્દ ગૂંજ્યો હતો. આથી ઓમ શબ્દના વાઈબ્રેશન ગજબ છે. તેનો જાપ કરવાથી તમને અલૌકિક અનુભૂતિ થશે.ઉપનિષદોમાં ઓમની સરખામણી સમુદ્ર સાથે કરવામાં આવી છે અને તે અપાર, રૂપ રહિત અને સર્વવ્યાપી હોવાનું જણાવાયું છે. માંડુક્ય ઉપનિષદ મુજબ ઓમમ બ્રહ્મ છે. તે ઈશ્વર સુધી પહોંચવાનું માધ્યમ છે. તમે ઓમ બોલશો તો તમારા મનમાં ચાલતી દ્વિધાઓ ગાયબ થઈ જશે અને તમારી એકાગ્રતામાં વધારો થશે. જૈન ધર્મમાં નમોકાર મંત્ર બધા જ પાપનો નાશ કરતો હોવાનું માનવામાં આવ્યું છે.ઓમ મંત્રજાપની અસર તમારા શરીરની સાથે મન પર પણ પડે છે. તેને કારણે તમારા વિચારોનો ફ્લો સુધરે છે. વિચારો કાબુમાં રહે છે અને મનને શાંતિનો અનુભવ થાય છે.

આ પણ વાંચો : મહાશિવરાત્રિએ અચુક કરો આ ઉપાયઃ શનિની દશામાંથી મળશે મુક્તિ

Back to top button