ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: રેરાના હુકમનો અનાદર કરાતા બિલ્ડર્સને 30 દિવસ કેદની સજા

Text To Speech
  • ભાવનગરના બિલ્ડર્સને જેલની સજા ફટકારવામાં આવી
  • રેરાના હુકમનો ધરાર અનાદર કરાતા કડક કાર્યવાહી કરવામાં આવી
  • ફ્લેટમાં લિફ્ટ, પાર્કિંગ, નબળા બાંધકામની ફરિયાદ થઈ હતી

ભાવનગરના બિલ્ડર્સને 30 દિવસ કેદની સજા થઇ છે. જેમાં જેલ હવાલે કરવામાં આવ્યો છે. તેમાં રેરાના હુકમનો ધરાર અનાદર કરાતા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ‘રૂદ્ર રેસિડેન્સી’ ફ્લેટમાં લિફ્ટ, પાર્કિંગ, નબળા બાંધકામની ફરિયાદ થઈ હતી. જેમાં આ સજા કરવામાં આવી છે. પ્રશ્નોના ઉકેલ લાવી જે તે બિલ્ડર્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ફેમિલી ડોક્ટર્સ પ્રેક્ટિસનું પ્રમાણ ઘટ્યું, આંકડો જાણી રહેશો દંગ 

ભાવનગરના બિલ્ડર્સને જેલની સજા ફટકારવામાં આવી

નાગરિકોને મિલકતને લગતા કાયદાઓથી રક્ષણ આપવાની સાથે રોકાણને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી એટલે કે ગુજરેરા કાર્યરત છે. આ સત્તામંડળ હેઠળ નાગરિકોની મિલકતને લગતા પ્રશ્નોના ઉકેલ લાવી જે તે બિલ્ડર્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં નિયમોનો ભંગ કરવામાં આવતા ભાવનગરના બિલ્ડર્સને જેલની સજા ફટકારવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાત: હવે એક જ ગામમાં જંત્રીના દરોમાં અસમાનતા દૂર થશે 

ફ્લેટમાં લિફ્ટ, પાર્કિંગ, નબળા બાંધકામની ફરિયાદ થઈ હતી

તાજેતરમાં જ ગુજરેરાના હુકમનો અનાદર કરી મકાન ખરીદનાર નાગરિકોને નબળા બાંધકામ, પૂરતી સુવિધાઓ પૂરી ન પાડવા બદલ ભાવનગરના બિલ્ડર્સને 30 દિવસ કેદની સજા ફટકારવામાં આવી છે, તેમ ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટીના સચિવની યાદીમાં જણાવવામાં આવ્યું છે, વધુમાં જણાવ્યાનુસાર નાગરિકો દ્વારા ભાવનગરના રૂદ્ર રેસીડેન્સી’ પ્રોજેક્ટના ફ્લેટમાં બાકી કામો જેવા કે લિફ્ટ, પાર્કીંગ, નબળા અને હલકા પ્રકારનું બાંધકામ અંગે ગુજરાત રેરામાં ફરિયાદ દાખલ કરાઈ હતી. જેને ધ્યાને લઈ ઓથોરીટી દ્વારા બન્ને પક્ષકારોને પૂરતી તક આપી રૂદ્ર ડેવલપર્સ પ્રોજેકટમાં એ,બી,સી,ડી ચાર વિંગમાં ચાર લિફ્ટ ત્રણ માસમાં પૂરી પાડવા હુકમ કરવામાં આવ્યો હતો. પરંતુ સમયમર્યાદામાં આ સુવિધા પૂરી પાડવામાં ન આવતા ફરિયાદીઓ દ્વારા રેરા ઓથોરીટીમાં રૂદ્ર રેસીડેન્સીના ડેવલોપર્સ સામે એક્ઝીક્યુશન પીટિશન દાખલ કરવામાં આવી હતી.

Back to top button