રાજ્યના ખેડૂતો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે એક સાથે 26 યોજના બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતો લાભ ન લેતા હોવાનું કારણ આગળ ધરી કૃષિ વિભાગે આ 26 યોજનાઓ બંધ કરી દીધી છે.
સરકારે 26 યોજનાઓ કરી બંધ
રાજ્યના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતો માટેની 26 યોજનાઓને એક ઝાટકે બંધ કરી દેવામા આવી છે.વર્ષ 2001થી વર્ષ 2022માં અમલમાં આવેલી 26 યોજનાઓ બંધ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામા આવ્યો છે. ત્યારે આ યોજનાઓ બંધ કરવા માટેનું કારણ ખેડૂતો લાભ ન લેતા હોવાનું જણાવવામા આવી રહ્યું છે. યોજનાનું બજેટ વણ વપરાયેલું પડ્યું રહેતું હોવાના કારણે યોજના બંધ કરાઈ હોવાનો દાવો રાજ્ય સરકાર દ્વારા કરવામા આવી રહ્યો છે.
ખેડૂતો લાભ ન લેતા હોવાનો દાવો
રાજ્ય સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવે છે. પરંતુ ખેડૂતો સુધી આ યોજનાનો લાભ પહોંચતો નથી ત્યારે રાજ્યમાં ઘણી એવી યોજનાઓ છે જે માત્ર કાગળ પર જ છે પરંતુ કોઈને કોઈ રીતે લોકો સુધી તેનો લાભ પહોંચતો નથી અથવા તો જાણકારી ના હોવાના અભાવે અથવા તો અન્ય કોઈ રીતે તેનો લાભ લોકો લેતા નથી . ત્યારે રાજ્યમાં ખેડૂતો માટે બનાવવામા આવેલી 26 યોજનાઓનો લાભ ખેડૂતો લેતા ન હોવાથી તેને બંધ કરી દેવામા આવી છે.
આ યોજનાઓ કરાઈ બંધ
1.સરલ કૃષિ યોજના
2.પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ નોંધણી પ્રક્રિયા માટે પ્રોત્સાહન યોજના
3.બારડોલી ખાતર ચકાસણી પ્રયોગશાળા
4.રાજયના ખેડૂતોને શહેરી વિસ્તારમાં ફળો અને શાકભાજીના સીધા વેચાણ માટેની કાયમી સુવિધા આપવાની યોજના
5.સઘન કૃષિ જિલ્લા કાર્યક્રમ (ધાસચારા વિકાસ કાર્યક્રમ)
6.આંતરપાક તરીકે કઠોળ પાકના નિદર્શન
7.ચોખા પાકમાં SRI પધ્ધતિના નિદર્શન
8.સૂર્યપ્રકાશ જંતુ ટ્રેપ ખેતરમાં સ્થાપવાની યોજના
9.આંતરપાક તરીકે તેલિબિયા પાકના નિદર્શન
10.કૃત્રિમ વરસાદના પ્રયોગની યોજના
11.ઓટોમેટિક વેધર સ્ટેશન
12.સ્થાનવર્તી જીવાત નિયંત્રણ
13.ડાંગ જિલ્લો 100% સેન્દ્રિય ખેતી હેઠળ
14.ડ્રમ અને ટોકર વિના મૂલ્યે પૂરા પાડવાની યોજના
15.ડ્રમ અને ટોકર વિના મૂલ્યે પૂરા પાડવાની યોજના TASP
16.ડ્રમ અને ટોકર વિના મૂલ્યે પૂરા પાડવાની યોજના SCSP
17.પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના હેઠળ નોંધણી પ્રક્રિયા માટે પ્રોત્સાહન
18.નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર (NMSA) SHM- કેન્દ્ર હિસ્સો-નોર્મલ
19.નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર (NMSA) SHM-રાજ્ય હિસ્સો-નોર્મલ
20.રાજ્યના સિમાંત ખેડૂતોને અને ખેત કામદારોને સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ આપવાની યોજના
21.પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના કેન્દ્ર હિસ્સો-નોર્મલ
22.પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના કેન્દ્ર હિસ્સો-એસસીએસપી
23.પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના કેન્દ્ર હિસ્સો-ટીએએસપી
24.ખેડૂતોને કૃષિ ક્ષેત્રે પાકોમાં ઇયળોનો ઉપદ્રવ ઘટાડવા ફેરોમેન ટ્રેપ અને દેશી ખાતરનું ડિકમ્પોઝીશન
કરવા માટે વેસ્ટ ડિકમ્પોઝર તૈયાર કરવા માટે યોજના
25.એજીઆર-૫૨ ગુજરાત રાજય બીજ પ્રમાણન એજન્સીને સંગીન બનાવવી
26.સમાયોજિત બિયારણ એકમની સ્થાપના
આ પણ વાંચો : વર્ગ-3 ની ભરતી પરીક્ષાઓને લઈ સૌથી મોટા સમાચાર, હવેથી આ રીતે લેવાશે પરીક્ષા !