ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પાકિસ્તાની હિન્દુઓના મકાન તોડ્યા બાદ IAS ટીના ડાબીએ આવી રીતે કરી મદદ

Text To Speech

ધાર્મિક કટ્ટરતાથી પરેશાન ઘણા હિન્દુ પરિવારો પાકિસ્તાનથી રાજસ્થાનના જેસલમેર આવીને વસી ગયા છે. તો આ તરફ રાજસ્થાનના જેસલમેરમાં પાકિસ્તાનથી વિસ્થાપિત હિન્દુઓના ગેરકાયદેસર મકાનો તોડ્યા બાદ ચર્ચામાં આવેલા જેસલમેર ડીએમ IAS ટીના ડાબીએ બુધવારે સાંજે વિસ્થાપિતો માટે ખાવા, પીવા અને રહેવાની વ્યવસ્થા કરી હતી. 50 જેટલા પરિવારોના લોકોને ભોજન ઉપલબ્ધ કરાવ્યું અને પીવાનું પાણી પૂરું પાડ્યું. તેમણે આ કાર્યવાહી અંગે એમ પણ કહ્યું હતું કે, અમર સાગર તળાવ વિસ્તારના કેચમેન્ટ એરિયામાં દબાણને મંજૂરી આપી શકાય નહીં. તેથી અમે દબાણ દૂર કર્યુ હતું.

શું કહ્યુ IAS DM ટીના ડાબીએ?
IAS DM ટીના ડાબીએ આ સંદર્ભમાં જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં વિસ્થાપિત પાકિસ્તાની હિન્દુઓએ પ્રાઈમ લેન્ડ અને કેચમેન્ટ એરિયા તેમજ ફાળવણીની જમીન પર કબજો જમાવ્યો હતો, જેના માટે ગત એપ્રિલ મહિનામાં કાર્યવાહી કરવામાં આવી હતી. તે લોકોને પણ સમજાવવામાં આવ્યા, પરંતુ તેઓએ સાંભળ્યું નહીં. જેના કારણે ફરીથી કાર્યવાહી કરવામાં આવી હતી.

IASTINADABI-HUMDEKHENGENEWS

પરિવારોના પુનર્વસન માટે લેવાયા પગલા
ડીએમ ટીના ડાબીના જણાવ્યા અનુસાર, પ્રક્રિયામાં બેઘર થઈ ગયેલા પરિવારોના પુનર્વસન માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઘણા પગલાં લેવામાં આવ્યા છે. પાકિસ્તાનથી સ્થળાંતર કરનારાઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્ર, UIT અને પાકિસ્તાની વિસ્થાપિત વ્યક્તિઓના પ્રતિનિધિઓની સંયુક્ત સર્વે ટીમની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

150 વિસ્થાપિત હિન્દુઓને કરાઈ મદદ
આ ટીમ UITની જમીનને ચિહ્નિત કરશે. જે વિસ્થાપિત લોકોને ભારતીય નાગરિકતા મળી છે તેઓ અહીં સ્થાયી થશે. સર્વેક્ષણ પૂર્ણ ન થાય ત્યાં સુધી, ઘરવિહોણા લોકોને નાઇટ શેલ્ટરમાં રાખવામાં આવશે. ડીએમના આદેશ બાદ 150 વિસ્થાપિત હિન્દુઓને નાઈટ શેલ્ટરમાં આશ્રય આપવામાં આવ્યો છે. તેમના ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ લોકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. વિસ્થાપિતોની મદદ માટે અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: હિંદ મહાસાગરમાં લાચાર બન્યું ચીન, ડૂબેલ જહાજને શોધવા ભારતે મોકલ્યા વિમાન!

Back to top button