ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસા જીઆઇડીસી માં આવેલ તેલ મિલ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, ભેળસેળિયા ફફડ્યા

Text To Speech

પાલનપુર: ડીસામાં આજે (ગુરુવારે) ફરી એકવાર ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે દરોડા પાડયા હતા, અને જીઆઇડીસી વિસ્તારમાં આવેલી બે અલગ અલગ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી શંકાસ્પદ તેલના સેમ્પલ લઇ તપાસ હાથ ધરી હતી. ડીસામાં છેલ્લા ઘણા સમયથી ખાર્ધ ચીજવસ્તુઓમાં મોટપાયે ભેળસેળ થતું હોવાની ફરિયાદ ઉઠી હતી. તેમજ જાગૃત નાગરિકોએ પણ ફરિયાદ કરતા ફૂડ એન્ડ વિભાગની ટીમે આજે ફરી એકવાર ડીસાની જીઆઇડીસી વિસ્તારમાં આવેલી તેલની ફેક્ટરીઓમાં દરોડા પાડ્યા હતા જેમાં અમર ઇન્ડસ્ટ્રીઝ અને અણધડેશ્વર ઓઇલ મિલમાં તપાસ હાથ ધરી હતી.

 ડ્રગ્સ વિભાગના દરોડા-humdekhengenews

ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી શંકાસ્પદ તેલના સેમ્પલ લેવાયા

ડીસા વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટર પ્રિયંકા ચૌધરી તેમજ તેમની ટીમને ફેક્ટરીઓમાં દરોડા પાડી અલગ – અલગ શંકાસ્પદ તેલના સેમ્પલ લીધા હતા, તેમજ ફેક્ટરીમાં બનતા તેલની સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. અત્યારે લીધેલા સેમ્પલ તપાસથી આગળની લેબમાં મોકલી આપવામાં આવશે. અને તેનો રિપોર્ટ આવ્યા બાદ જ તેલ ની ફેક્ટરીના માલિકો સામે આગળની કાર્યવાહી હાથ કરવામાં આવશે.

 ડ્રગ્સ વિભાગના દરોડા-humdekhengenews

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 15 દિવસથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ સપાટો બોલાવી રહ્યું છે. અગાઉ પણ પનીર અને દૂધ સહિતની બનાવટોની ચીજ વસ્તુઓ વેચતા વેપારીઓ, ઉનાળામાં કેરી સહિતના જ્યુસ વેચતા દુકાનોમાં પણ ફૂડ વિભાગે તપાસ કરી હતી, ત્યારે ફૂડ વિભાગની વારંવાર તપાસથી અન્ય ભેળસેળીયા વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

Back to top button