- 2 જૂનથી 1 જુલાઈ જિલ્લા બદલી કેમ્પનો પ્રથમ તબક્કો યોજાશે
- શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરની જાહેરાત
- હાઇકોર્ટના ચુકાદા બાદ અગાઉના તમામ ઠરાવો રદ
- સરકારી નોકરી કરનાર દંપત્તિના કેસમાં મહત્વની જાહેરાત
- કોઈપણ વિભાગમાં ત્રણ વર્ષની નોકરી બાદ બદલી માન્ય રાખવામાં આવી
રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષકોની બદલી માટેના નિયમોમાં અનેક મુદ્દે હાઇકોર્ટમાં શિક્ષકો દ્વારા પિટિશનનો થઈ હતી અને લગભગ 214 જેટલી જુદી જુદી પિટિશનો કરવામાં આવી હતી. હાઇકોર્ટના ચુકાદા બાદ સરકારે બદલીના અગાઉના તમામ ઠરાવો રદ કરી નવેસરથી બદલી માટેના નિયમો જાહેર કર્યા છે. જે રાજ્યના 1,78,000 પ્રાથમિક શિક્ષકોને લાગુ પડશે. આ માટેના પ્રથમ તબક્કાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ તા.2 જૂનથી તા.1 જુલાઈ સુધીનો નવા બદલી નિયમો મુજબ જિલ્લા આંતરિક બદલી કેમ્પના પ્રથમ તબક્કાનો કાર્યક્રમ જાહેર કરાયો છે.
શું ફેરફાર કરવામાં આવ્યા છે ?
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં આવેલી સરકારી કોર્પોરેશન સ્કૂલોના પ્રાથમિક શિક્ષકો વિદ્યાસહાયકો અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો માટે નવા બદલી નિયમો જાહેર કર્યા છે. નવા નિયમોમાં સરકારે હાઇકોર્ટના ચુકાદા અને પગલે ઘણી જોગવાઈઓમાં ફેરફાર કર્યો છે તેમજ ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલીના નવા નિયમો 2023 જેમાં ખાસ કરીને રસપ્રદ જિલ્લા બદલીમાં 55 વર્ષની વય મર્યાદા વધારીને 56 કરાઇ છે. ત્યારે અરસપરસ આંતરિક જિલ્લા બદલીમાં મર્યાદા 53થી વધારીને 55 કરવામાં આવી છે.
દંપતીના કેસમાં શું નિર્ણય લેવામાં આવ્યો ?
આ ઉપરાંત સરકારી દંપતીના કેસમાં પત્ની કે પતિ હવે સરકારના કોઈપણ વિભાગમાં ત્રણ વર્ષની નોકરી ધરાવતા હશે તો બદલી માટે માન્ય ગણાશે. અગાઉ એક જ જિલ્લામાં એક જ ઓફિસરમાં ત્રણ વર્ષની નોકરી ફરજિયાત હતી. જ્યારે બદલી માંગનારા પતિ કે પત્નીની કચેરી જે જિલ્લાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં હોય ત્યાં અઘરતાનો લાભ મેળવી શકાશે. આ ઉપરાંત ધોરણ એકથી પાંચના શિક્ષકોને અને ધોરણ છથી આઠના નોકરી માટેનો વિકલ્પ અપાય કે, શિક્ષકે મેળવે ત્યારે સિન્યોરીટી શિક્ષક તરીકે જોડાયા ત્યારથી મૂળ નોકરીથી ગણાશે અગાઉ વિકલ્પ પસંદ કર્યા તારીખથી કે ધોરણ છથી આઠમાં જોડાયાની તારીખથી સિન્યોરિટી ગણાતી હતી.