ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ભાભરના નેસડા પાસે દૂધ ભરેલું ટેન્કર પલટ્યુ, રસ્તા પર દૂધના રેલે-રેલા જોવા મળ્યા

Text To Speech

પાલનપુર: ભાભર-નેસડા નજીક એક દૂધ ભરેલા ટેન્કરના ચાલકે અચાનક કાબૂ ગુમાવતા ટેન્કર પલટી મારી હોવાની ઘટના સામે આવી છે. જેમાં ટેન્કરમાં રહેલું દૂધ રોડની સાઈડમાં ટેન્કર ખાબકતા ઢોળાઈ જતા દુધના રેલે-રેલા જોવા મળ્યા હતા. જોકે બનાવના પગલે સ્થાનિક લોકો દોડી આવી ડ્રાઇવરને ટેન્કરમાંથી બહાર નીકળવામાં મદદ કરી હતી.

દૂધના રેલે-રેલા-humdekhengenews

ગાયને બચાવવા જતા બની ઘટના

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અકસ્માતમાં એક બાદ એક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. જેમાં આજે (ગુરુવારે) ભાભરના અબાસણા ડેરીથી દૂધ ભરીને એક ટેન્કર ચાલક જઈ રહ્યો હતો. આ દરમિયાન નેસડા નજીક અચાનક રોડ વચ્ચે ગાય આવી ગઈ હતી, જેથી ટેન્કર ચાલકે ગાયને બચાવવા જતા ટેન્કર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. અને ટેન્કર રોડની સાઈડમાં પલટી મારી ગયું હતું. ટેન્કર પલટી મારતા જ ટેન્કરમાં રહેલું દૂધના રેલે-રેલા જોવા મળ્યા હતા. જોકે બનાવના પગલે સ્થાનિક લોકો તત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચ્યા હતા અને ટેન્કર માંથી ચાલકને બહાર નીકળવામાં આવ્યો હતો. જોકે, ટેન્કર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

આ પણ વાંચો : PM મોદીના સલાહકાર રાજ્યના સનદી અધિકારીઓની ક્લાસ લેશે

Back to top button