ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં સરકારી મિલકતોમાં દારૂની હેરફેરનો પર્દાફાશ

Text To Speech
  • બુટલેગરોએ આ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી
  • AMCના મલ્ટિ લેવલ પાર્કિંગની કારમાંથી દારૂ પકડાયો
  • ફોર્ચ્યૂનર, ઇનોવા સહિત ચાર વૈભવી કાર જપ્ત

અમદાવાદ શહેરના ત્રણ બુટલેગરોએ ભેગા મળીને ચાર વૈભવી કારમાં દારૂનો જથ્થો અમદાવાદ મંગાવ્યો હતો. બાદમાં દારૂ સંતાડવા માટે બુટલેગરોએ નવો કિમિયો અપનાવીને નવરંગપુરામાં આવેલ AMCના મલ્ટીલેવલ પાર્કીંગમાં દારૂ ભરેલ ચારેય કાર પાર્ક કરી દિધી હતી.

આ પણ વાંચો: PM મોદીના સલાહકાર રાજ્યના સનદી અધિકારીઓની ક્લાસ લેશે 

બુટલેગરોએ આ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી

ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દારૂનો જથ્થો અને ચારેય કાર જપ્ત કરીને ત્રણ બુટલેગરો વિરૂદ્ધ પ્રોહીબ્રેશન એક્ટ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે. મહત્વનું છે કે, રાજકોટ – જામનગર હાઇવે પર સરકારી ખરાબાની જમીનમાં પણ થોડા સમય પહેલા કરોડો રૂપિયાનું ડ્રગ્સનો જથ્થો સંતાડેલો મળી આવ્યો હતો. બુટલેગર અને ડ્રગ્સ માફિયાઓએ આ નવી મોડસ ઓપરેન્ડી અપનાવવાનું શરૂ કર્યુ છે.

ક્રાઇમ બ્રાન્ચે 3 બુટલેગરો વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો

ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેઓને બાતમી મળી કે, નવરંગપુરામાં આવેલ AMCનું મલ્ટી લેવલ પાર્કીંગમાં દારૂ સંતાડવામાં આવ્યો છે. આથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાર્કિગમાં રેડ કરી હતી. પહેલા બે કલાક સુધી ક્રાઇમ બ્રાન્ચની પાર્કિંગ પ્લોટમાં દારૂનો જથ્થો શોધી રહી હતી પરંતુ મળ્યો ન હતો. બાદમાં પાર્કીંગમાં પાર્ક કરેલ કારમાં તપાસ કરતા ફોર્ચ્યુનર, ઇનોવા, આઇ 20 અને અર્ટિગામાંથી દારૂની બોટલ 918 અને બીયરના ટીન મળીને રૂપિયા 1.33 લાખનો દારૂ પક્ડયો હતો. બીજી તરફ, પોલીસે દારૂ સાથે 75 લાખ કિમંતની ચારેય કાર પણ જપ્ત કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે 3 બુટલેગરો વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

Back to top button