ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: સપ્તાહમાં કાર ખાબકવાની બીજી ઘટના : ડીસા મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં કાર ખાડામાં ખાબકી

Text To Speech

પાલનપુર: ડીસામાં મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં જ કાર ખાડામાં ખાબકી હોવાની ઘટના સર્જાઇ છે. મામલતદાર કચેરીમાં મોટા ખાડા હોવાથી એક જ અઠવાડિયામાં સતત બીજીવાર ગાડી ખાડામાં ખાબકી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકોએ ધક્કો મારી ગાડી બહાર કાઢી હતી.

લોકોએ ધક્કો મારી ગાડી બહાર કાઢી

કાર ખાડામાં ખાબકી-humdekhengenews

ડીસા શહેરની મધ્યમાં આવેલા મામલદાર કચેરી કમ્પાઉન્ડમાં કેટલાક મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે રજૂઆત માટે આવતા વાહનચાલકો આ ખાડાઓના કારણે ભારે હલાકી ભોગવી રહ્યા છે. આજે પણ એક કાર ખાડામાં ખાબકી હતી. ઘટનાને પગલે મામલદાર કચેરીમાં રજૂઆત માટે આવેલા લોકો અને અરજદારોએ ભેગા થઈ ગાડીને ધક્કો મારી મહામુસીબતે ખાડામાંથી બહાર કાઢી હતી.

કાર ખાડામાં ખાબકી-humdekhengenews

કચેરી આગળ ખાડા હોવાથી વાહનચાલકો પરેશાન

ડીસા મામલતદાર કચેરીમાં અનેક જગ્યાએ મોટા ખાડા પડી જતા અહીં આવતા વાહન ચાલકો ખાડામાં ખાબકતા હોય છે. છેલ્લા એક અઠવાડિયામાં જ ખાડામાં ગાડી ખાબકી હોવાની આ બીજી ઘટના સર્જાઇ છે. સદબનસીબે જાનહાની ટળી છે, પરંતુ વારંવાર ખાડાઓમાં ગાડીઓ ખાબકતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે સ્થાનિક લોકોની માગ છે કે મામલદાર કચેરીના કમ્પાઉન્ડમાં પુરાણ કરાવી ખાડા પૂરવામાં આવે તો અહીં આવતા વાહન ચાલકો હેરાનગતિમાંથી બચી શકે.

આ પણ વાંચો :બનાસકાંઠા: જિલ્લાના થરાદ, પાલનપુર, લવાણા અને ધાનેરામાં જીઆઇડીસી ની કરાશે સ્થાપના

Back to top button