‘તારક મહેતા’ના પૂર્વ ડિરેક્ટર માલવ રાજદાએ શ્રીમતી રોશન સિંહ સોઢીનો કર્યો બચાવ
શ્રીમતી રોશન સિંહ સોઢી એટલે કે SAB ટીવીના ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોની જેનિફર મિસ્ત્રી બંસીવાલ આ દિવસોમાં ચર્ચામાં છે. જેનિફર શોના નિર્માતા અસિત મોદી, સોહિલ રામાણી અને જતીન બજાજ પર છેડતીનો આરોપ લગાવ્યા બાદ ચર્ચામાં આવી છે. આ આરોપોને નકારતા, અસિત મોદી અને ટીમે જેનિફર પર એબ્યુજિવ અને અનપ્રોફેશનલ હોવાનો આરોપ લગાવ્યો. તે જ સમયે, શોને 14 વર્ષ સુધી નિર્દેશિત કરનાર TMKOCના ભૂતપૂર્વ ડિરેક્ટર માલવ રાજદાએ અભિનેત્રી પર લગાવવામાં આવેલા આ તમામ આરોપોને ખોટા ગણાવ્યા.
માલવ રાજદા અનુસાર જેનિફર મિલનસાર વ્યક્તિ
માલવ રાજદાના જણાવ્યા અનુસાર, જેનિફર એક ખુશ મિજાજ ધરાવતી શખ્સિયત છે. તેમને સેટ પર દરેક લોકો અને તમામ વિભાગોનો સાથ મળ્યો છે. તે ટેક્નિકલ ટીમ હોય, ડિરેક્શન ટીમ હોય, ડીઓપી હોય, હેર-મેકઅપ હોય કે સહ-કલાકાર હોય, તેમના દરેક સાથે સારા સંબંધો છે. માલવે કહ્યું કે હું 14 વર્ષથી સેટ પર છું અને આ દરમિયાન મેં ક્યારેય જેનિફરને કોઈની સાથે દુર્વ્યવહાર કરતી કે ખરાબ વર્તન કરતી નથી જોઈ. માલવે એ પણ કહ્યું કે જ્યાં સુધી એવો દાવો કરવામાં આવે છે કે તે સેટ પર મોડી આવતી હતી, તો મને ક્યારેય એવું નથી લાગ્યું કે તેના કારણે શોને સહન કરવું પડ્યું હોય.
ઘણી વખત જેનિફર જાતે જ મેકઅપ કરતી
શોના પૂર્વ નિર્દેશક માલવ રાજદાએ ઈ-ટાઇમ્સ સાથે વાત કરતા જેનિફરના વખાણ કર્યા અને કહ્યું કે જેનિફર વિલંબથી બચવા માટે ક્યારેક પોતાનો મેક-અપ જાતે જ કરી લેતી હતી. તે શૂટ પર અન્ય કલાકારો સાથે લંચ લેતી હતી. માલવના મતે, કોઈપણ વ્યક્તિ એવી વ્યક્તિ સાથે નહીં બેસે જેનું વર્તન અન્યો સાથે સારુ ન હોય. જેનિફરનું વલણ લોકો સાથે મૈત્રીપૂર્ણ હતું. બીજી તરફ, ગુરુચરણ સિંહએ શો છોડ્યા બાદ જેનિફર પ્રેગ્નન્સી દરમિયાન પણ કામ કરવા માંગતી હતી, પરંતુ સોઢીના પાત્ર વિના જેનિફરને શોમાં પ્રેગ્નન્ટ દર્શાવવી એ નિર્માતા સમક્ષ એક પ્રશ્ન હતો.
આપને જણાવી દઈએ કે માલવ રાજદા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો લોન્ચ થયો ત્યારથી 14 વર્ષથી શોનો ભાગ છે. પરંતુ તેમણે આ વર્ષે જાન્યુઆરીની શરૂઆતમાં શો છોડી દીધો હતો. કારણ કે તેઓ અન્ય પ્રોજેક્ટ પર કામ કરવા માંગતા હતા અને જીવનમાં આગળ વધવા માંગતા હતા.
આ પણ વાંચો: મોનિકા ભદોરિયાએ અસિત પર કર્યો વધુ એક ખુલાસો : ‘કૂતરાઓ જેવો વ્યવહાર’ કરવાનો લગાવ્યો આરોપ