મોનિકા ભદોરિયાએ અસિત પર કર્યો વધુ એક ખુલાસો : ‘કૂતરાઓ જેવો વ્યવહાર’ કરવાનો લગાવ્યો આરોપ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સમાચાર મોનિકા ભદોરિયા કહે છે કે મારે મારા પૈસા માટે 1 વર્ષ સુધી લડવું પડ્યું. તેઓએ દરેક કલાકારના પૈસા રોકી રાખ્યા છે. રાજ અનડકટ હોય કે ગુરચરણ સિંહ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાવરીનો રોલ કરનાર અભિનેત્રી મોનિકા ભદોરિયાએ હવે શોના નિર્માતા અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર સામે અવાજ ઉઠાવ્યો છે. મોનિકા ભદોરિયાએ હિન્દુસ્તાન ટાઈમ્સને ઈન્ટરવ્યુ આપ્યું છે. જેમાં તેણે સેટના સંજોગો વિશે ચર્ચા કરી છે. તેણે કહ્યું કે તેણે 2019માં શો છોડી દીધો હતો અને મેકર્સે તેને એક વર્ષ માટે તેની 3 મહિનાની બાકી રકમ આપી ન હતી જે 4 થી 5 લાખની વચ્ચે હતી.
મોનિકા ભદોરિયાએ સેટના દિવસોને યાદ કરીને તેની સરખામણી નર્ક સાથે કરી હતી. તેણે એ પણ જણાવ્યું કે જ્યારે તેની સ્વર્ગસ્થ માતા કેન્સરની સારવાર લઈ રહી હતી ત્યારે શોના નિર્માતાઓએ પણ તેની કોઈ મદદ કરી ન હતી. “જ્યારે મોનિકા ભદોરિયાની માતાનું અવસાન થયું ત્યારે શોના નિર્માતા અસિત મોદીએ તેને સાંત્વના આપવા માટે ક્યારેય ફોન કર્યો ન હતો. તે કહે છે, “હું માનસિક તણાવમાં હતી, પરંતુ મારી માતાના નિધનના સાતમા દિવસે તેઓએ મને ફોન કર્યો અને કહ્યું કે મારે સેટ પર પાછા આવવું પડશે. જ્યારે મેં તેમને કહ્યું કે મારી માનસિક સ્થિતિ સારી નથી. ત્યારે તેમની ટીમે મને કહ્યું. – અમે તમને પૈસા આપી રહ્યા છીએ, જ્યારે અમે ઈચ્છીએ ત્યારે તમારે ઊભા રહેવું પડશે. હું સેટ પર ગઇ કારણ કે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો.”
મોનિકા ભદોરિયા કહે છે, એવી જગ્યાએ કામ કરવા નથી માંગતી, જ્યાં તમને લાગે કે કામ કરવા કરતાં બેરોજગાર રહેવું સારું છે. જે પણ આવે છે, તે અસંસ્કારી વાત કરે છે. મોનિકાએ વધુમાં ઉમેર્યું, “તે પૈસાની છેતરપિંડી પણ કરે છે. ખરેખર તે મારી સાથે કૂતરાની જેમ વર્તે છે. તેણે મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે અને તેના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર સોહેલ રામાણી સૌથી ખરાબ છે. તે ખૂબ જ અસંસ્કારી છે. કાકાનું પણ અપમાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ મોનિકા અનેક આરોપ અસિત પર લગાવે છે.
આ પણ વાંચો : ‘ધ કેરલા સ્ટોરી’ પશ્ચિમ બંગાળમાં થશે રિલીઝ, સુપ્રીમ કોર્ટે હટાવ્યો પ્રતિબંધ