ગુજરાતટોપ ન્યૂઝ

કિરણ રિજિજુ પાસેથી કાયદા મંત્રાલય છીનવાયું| સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ| હર્ષ સંઘવીએ આપી ચેતવણી| અમદાવાદમા ગ્રીષ્મા હત્યાકાંડ

રાજ્યની 1 મહાનગરપાલિકા અને 3નગરપાલિકાઓને કુલ 5.60 કરોડ રૂપિયા જન સુવિધા-સુખાકારી કામો માટે અપાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાનો વ્યાપક લાભ મહાનગરો-નગરોમાં નાગરિક સુવિધા-સુખાકારી વૃદ્ધિના કામો માટે આપવાનો જનહિત અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર, મુખ્યમંત્રીએ રાજ્યના ભાવનગર મહાનગર તેમજ નડિયાદ, કાલાવાડ અને હળવદ નગરપાલિકાઓને ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના વિવિધ કામો માટે કુલ રૂ. પાંચ કરોડ લાખ 21 હજાર 914 ની રકમના ખર્ચ માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થું થઈ શકે છે જાહેર

રાજય સરકાર દ્વારા દર વર્ષે તેમના કર્મચારીઓ અને પેન્શનરો મોંઘવારી ભથ્થું ચુકવવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે પણ કર્મચારીઓને અપાતા મોંઘવારી ભથ્થા અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. જાણકારી મુજબ રાજ્ય સરકાર આઠ ટકા મોંઘવારી ભથ્થું જાહેર કરી શકે છે.

‘ગુજરાતની ધરતી પર પ્રેમ કરવો ગુનો નથી પણ..’, હર્ષ સંઘવીએ આપી ચેતવણી !

 મોરબીમાં એક કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતની ધરતી પર પ્રેમ કરવો એ ગુનો નથી, પરંતુ પ્રેમને બદનામ કરનારાઓને બક્ષવામાં આવશે નહીં. ગૃહ રાજ્યમંત્રીની સાથે પરિવહન મંત્રીની જવાબદારી સંભાળી રહેલા હર્ષ સંઘવીએ કહ્યું કે પ્રેમને બદનામ કરવાનો કોઈને અધિકાર નથી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે પ્રેમ કરવો એ ગુનો નથી, પરંતુ પ્રેમનું નામ જપનારાઓએ ખુલ્લા કાનથી સાંભળવું જોઈએ. કોઈ સલીમ અમારી માસૂમ દીકરીને સુરેશના નામનો પ્રેમ કરીને ફસાવી દેશે તો તેણે છોડવામાં આવશે નહિ. હું એક માસૂમ દીકરીના ભાઈ તરીકે અહીં આવ્યો છું.

અમદાવાદમા ગ્રીષ્મા હત્યાકાંડ! એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પરિણીતાને ઝીંક્યા છરીના ઘા

 અમદાવાદના સરદારનગરમાં ગ્રીષ્મા જેવો બનાવ સામે આવ્યો છે. જેમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરિણીતાના ગળા ઉપર છરી ઝીંક્યા છે. જેના કારણે પરણિતાને ગંભીર ઈજાઓ પહોંચી છે. જેથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલ આ પરિણીતાની સારવાર ચાલી રહી છે. ત્યારે આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતા સરદારનગર પોલીસ અહી દોડી આવી હતી. અને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કિરણ રિજિજુ પાસેથી કાયદા મંત્રાલય છીનવાયું, અર્જુન રામ મેઘવાલને મળી જવાબદારી

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એક ચોંકાવનારો નિર્ણય લેતા કાયદા મંત્રી કિરણ રિજિજુને તેમના પદ પરથી હટાવી દીધા છે. તેમના સ્થાને અર્જુન રામ મેઘવાલને કાયદા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. મોદી સરકારમાં અલગ-અલગ વિભાગોની જવાબદારીઓ સંભાળનાર કિરણ રિજિજુ પાસેથી કાયદા મંત્રાલય છીનવી લેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ આ મંત્રાલયની જવાબદારી હવે અર્જુન રામ મેઘવાલને સોંપવામાં આવી છે.

Back to top button