ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

વિસનગરની મહિલાએ મોદીનું સૌથી નાનું 1.6 સે.મી.નું પોટ્રેટ ચિત્ર બનાવ્યું

Text To Speech

પાલનપુર: કેટલા કલાકારો તેમને કરેલા અસામાન્ય કામોને લઈને નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરતા હોય છે, આવું જ કંઈક વિસનગરના એક મહિલાએ કર્યું છે, વ્યવસાય શિક્ષક રહેલા આ મહિલાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સૌથી નાનું 1.6 સેન્ટીમીટર નું ચિત્ર બનાવીને હાવર્ડ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.

લંડનની હાવર્ડ વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

હાવર્ડ વર્લ્ડ રેકોર્ડ-humdekhengenews

અવનવા ચિત્રો બનાવવાનો શોખ ધરાવતા વિસનગરના વતની અને વ્યવસાય શિક્ષક રહેલા મિતલબેન ચૌધરીએ હાથની આંગળીના નખ ઉપર 1.6 એટલે કે સૌથી નાનું ચિત્ર અંકિત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ ચિત્ર બનાવવા માટે તેમણે પેન્સિલ કે પેનનો ઉપયોગ કર્યો નથી, પરંતુ પીંછી વડે નાનકડા ચિત્રનું સર્જન કર્યું છે. પ્રધાનમંત્રીનું આ સૌથી નાનું ચિત્ર બનાવી મિત્તલ બહેન ચૌધરીએ હાવર્ડ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમને આ ચિત્ર તૈયાર કરવા બદલ મેડલ અને શીલ્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મિતલબેન એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મધર ટેરેસાનું પોર્ટ્રેટ અડધો કલાકમાં બનાવીને આ રેકોર્ડ સર્જ્યો હતો.

આ પણ વાંચો :‘ગુજરાતની ધરતી પર પ્રેમ કરવો ગુનો નથી પણ..’, હર્ષ સંઘવીએ આપી ચેતવણી !

Back to top button