ગુજરાતટોપ ન્યૂઝ

ગાંધીનગરના પૂર્વ કલેક્ટર ભ્રષ્ટાચારના કેસમાં ભરાયા, સરકાર પોતે બની ફરિયાદી

Text To Speech

ગાંધીનગરમાં પૂર્વ નિવૃત્ત કલેક્ટર એસ.કે લાંગા સામે ફરિયાદ દાખલ કરવામા આવી છે. એસ.કે લાંગા સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો સાથે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને પોતાના મળતીયાઓને આર્થિક ફાયદો કરાવ્યો અને સરકારની તિજોરીને નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે.

એસ કે લાંગા સામે પોલીસ ફરિયાદ

ગાંધીનગરમાં પૂર્વ નિવૃત્ત કલેક્ટર એસ.કે લાંગા સામે ભ્રષ્ટાચાર કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોતાના પદનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડયાનો ઉલ્લેખ કરવામા આવ્યો છે. એસ કે લાંગા પર કલેકટરના કાર્યકાળ સમયે જમીનોના કેસોમા ગેરરીતિ આચરી અને સંપત્તિ વસાવી હોવાનો આરોપ છે.

ગાંધીનગર પોલીસ-humdekhengenews

સરકાર પોતે બની ફરિયાદી

મહત્વનું છે કે આ કેસમાં સરકાર પોતે જ ફરિયાદી બની છે. અને સરકાર તરફથી ખુદ સરકારના જ પૂર્વ કલેક્ટર સામે ફરિયાદ કરી ગૂનો દાખલ કરાવવામાં આવ્યો છે. આ ફરિયાદ ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

હોદ્દાનો કર્યો  દુરુપયોગ 

એસ.કે લાંગા પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને પોતાના મળતીયાઓને આર્થિક ફાયદો કરાવ્યો છે. અને સરકારમાં ભરવાનું થતું કરોડો રૂપિયાનું પ્રીમિયન ન આપીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું છે. એટલું જ નહી પરંતુ બીનખેડૂતને ખેડૂત તરીકે દર્શાવીને નવી શરતની જમીનને જુની શરતમાં દર્શાવી દીધી અને તેને સાચા દસ્તાવેજો તરીકે ઉપયોગ કર્યો . એસ.કે લાંગાએ પોતે નિવૃત્ત થયા બાદ પણ દસ્તાવેજોમાં સહી કરી અને ખોટા દસ્તાવેજ બનાવીને જુની તારીખમાં તેનો અમલ બતાવ્યો. આમ ખોટી રીતે તેને પોતાની તથા પરિવારના સભ્યોના નામે અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું સામે આવ્યું છે. જેથી ફરિયાદ બાદ હવે આવક કરતા વધુ મિલકત હોવાથી તેમની સામે ACB દ્વારા તપાસ કરવામા આવશે.

આ પણ વાંચો : અમદાવાદમા ગ્રીષ્મા હત્યાકાંડ! એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પરિણીતાને ઝીંક્યા છરીના ઘા

Back to top button