ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં મોબાઇલમાં સટ્ટો રમતો યુવક ઝડપાયો

Text To Speech
  • અમદાવાદના શખ્સ પાસેથી આઈડી મેળવી હતી

પાલનપુર : હાલમાં ચાલી રહેલ ipl મેચ નો મોબાઇલમાં સટ્ટો રમતા ડીસાના યુવકને ડીસા દક્ષિણ પોલીસે ઝડપી લીધો છે. જ્યારે યુવકને આઈડી આપનાર અમદાવાદના શખ્સ સામે પણ પોલીસે ગુનો નોંધ્યો છે.

ડીસાના ડીવાયએસપી ડો. કુશલ ઓઝા ના માર્ગદર્શન હેઠળ ડીસા દક્ષિણ પીઆઇ શક્તિસિંહ ગોહિલ ની સૂચનાથી દક્ષિણ પોલીસ સ્ટાફ દારૂ જુગાર એમના કેસોની ડ્રાઇવમાં હતો. ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, ડીસાની જમનાબાઈ પ્રાથમિક શાળા પાસેના શોપિંગ સેન્ટરમાં એક યુવક મોબાઈલ ફોન પર ક્રિકેટનો સટ્ટો રમી રહ્યો છે. જેથી પોલીસે સ્થળ પર પહોંચતા જલારામ સોસાયટી ભાગ 1 માં રહેતો કૃણાલ પ્રકાશભાઈ પઢિયાર પાસેથી મોબાઇલ લઈ ચેક કરતા તે ક્રિકેટ સટ્ટો રમતો હોવાનું જણાયું હતું. કૃણાલે મોબાઇલમાં માસ્ટર આઇડી હાલ રહેવાસી અમદાવાદ મૂળ રહેવાસી ડીસા ગાયત્રી નગરના મહેન્દ્રભાઈ દેવશીભાઈ પ્રજાપતિ પાસેથી મેળવી સટ્ટો રમતો હતો. જેથી પોલીસે આ અંગે ગુનો નોંધી કૃણાલની અટકાયત કરી હતી. જ્યારે મહેન્દ્ર પ્રજાપતિ સામે પણ ગુનો નોંધી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસાના મુડેઠા પાસે બાઈક-છકડોરિક્ષા વચ્ચે અકસ્માત,બાઈકચાલકનું મોત

Back to top button