ઉત્તર ગુજરાતગુજરાત

વાતાવરણ પલટાયું : જિલ્લામાં સવારે કોરામણના નહિ પરંતું ભેજથી વાદળો છવાયા

Text To Speech
  • સમુદ્ર તરફથી પવન ફૂંકાતા વાતાવરણ પલટાયું

પાલનપુર : બનાસકાંઠા જીલ્લામાં બે દિવસથી વહેલી સવારે આકાશમાં વાદળો છવાઇ રહ્યા છે. લોકો તેને ચોમાસા પહેલાના કોરામણના વાદળ કહી રહ્યા છે. જોકે, પવનની દિશા બદલાતાં ભેજના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. ચોમાસાને આવતાં હજુ એક માસ જેટલો સમય લાગશે તેમ હવામાન વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે.વયોવૃધ્ધ કરશનભાઇ મકવાણાએ જણાવ્યું હતુ કે, કોરામણના વાદળો છવાયા પછી 15 દિવસમાં અચૂક વરસાદ આવે છે. ચોમાસુ હવે માથા ઉપર છે. તેમ કહી શકાય. જોકે, ડીસા હવામાન વિભાગના કે. ડી. રબારીએ જણાવ્યું કે, પવનની દિશા બદલાવાના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે.

પહેલા ઉત્તર દિશામાં રાજસ્થાન તરફથી ગરમ પવન ફૂંકાતો હતો. જે હવે દક્ષિણ દિશામાં સમુદ્ર તરફથી ફૂંકાઇ રહ્યો છે. જેના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે. જેના વાદળો બંધાય છે. ભેજના કારણે ગરમીમાં ઘટાડો થયો છે. જોકે, બફારાનું પ્રમાણ વધ્યું છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : જિલ્લાના એક ગામમાં માતાપિતાએ પોતાની જ દીકરીને સાંકળથી બાંધી રાખી, 181ની ટીમે ઘરે પહોંચી મુક્ત કરાવી

Back to top button