ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં કોરોનાકાળ બાદ આ રોગના દર્દીઓની સંખ્યા વધી

  • વિશ્વભરમાં દર 17મી મે એ વર્લ્ડ હાઈપર ટેન્શન ડેની ઉજવણી થાય છે
  • આહારમાં ઓછું મીઠું લેવાથી હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખી શકાય
  • આ રોગને કાબૂમાં રાખવા જંકફૂડ ટાળવું જોઈએ

કોવિડ પછી વધુ સ્ટ્રેસને લીધે ગુજરાતમાં હાઈપર ટેન્શનના દર્દીઓની સંખ્યા વધી છે. જેમાં આજે વર્લ્ડ હાઈપર ટેન્શન ડે નિમિત્તે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. તેમાં ગુજરાતમાં 15થી 49ની વયમાં 14% પુરુષ, 11% મહિલા હાઈપર ટેન્શનથી પીડિત છે. હાઈપર ટેન્શનને મેડિકલ સાયન્સમાં સાઈલન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો: અમદાવાદના આ પોલીસ સ્ટેશનના 2 કર્મચારી લાંચ લેતા ઝડપાયા

વિશ્વભરમાં દર 17મી મે એ વર્લ્ડ હાઈપર ટેન્શન ડેની ઉજવણી થાય

હાઈપર ટેન્શન બીમારીની જાગૃતિ માટે વિશ્વભરમાં દર 17મી મે એ વર્લ્ડ હાઈપર ટેન્શન ડેની ઉજવણી કરવામાં આવે છે. કોરોના પછી વધુ પડતાં તણાવના કારણે ગુજરાતમાં હાઈપર ટેન્શનના કેસ વધવા લાગ્યા છે, હાઈ બ્લડપ્રેશર અથવા હાઈપર ટેન્શનને મેડિકલ સાયન્સમાં સાઈલન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે, ઉંમર લાયક જ નહિ પરંતુ યુવાનો પણ આ બીમારીનો શિકાર બની રહ્યા છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના (એનએફએચએસ-૫)ના વર્ષ 2019થી 2021ના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં 1૫થી 49 વર્ષની ઉંમરમાં 14 ટકા પુરુષો અને 11 ટકા મહિલાઓ આ બીમારીથી પીડિત છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ભાજપે જિલ્લાઓમાં પ્રભારી નિમ્યા, સંગઠનમાં મોટા ફેરફાર કરશે

આ રોગને કાબૂમાં રાખવા જંકફૂડ ટાળવું જોઈએ

સર્વે પ્રમાણે 10 ટકા પુરુષો સ્ટેજ 1માં , 2 ટકા સ્ટેજ 2, 0.8 ટકા સ્ટેજ 3 ધરાવે છે જ્યારે 7 ટકા મહિલાઓ સ્ટેજ 1, 2 ટકા મહિલા સ્ટેજ 2 અને 1 ટકા મહિલા સ્ટેજ 3 હાઈપર ટેન્શન ધરાવે છે. દેશમાં 24 ટકા પુરુષ અને 21 ટકા મહિલા હાઈપર ટેન્શનથી પીડિત છે. અન્ય એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં 33 ટકા શહેરી અને 2૫ ટકા ગ્રામ્ય ક્ષેત્રના લોકો આ બીમારીથી પીડિત છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન, ગુજરાત બ્રાંચના પૂર્વ પ્રમુખ ડો. ચંદ્રેશ જરદોશે કહ્યું કે, આ સ્ટ્રેસનો રોગ છે, કોરોના મહામારી પછી સામાન્ય જીવન અસ્ત વ્યસ્ત બન્યું, તેના કારણે પણ આ બીમારીના કિસ્સા વધ્યા છે, આ રોગને કાબૂમાં રાખવા જંકફૂડ ટાળવું જોઈએ, ખાવામાં મીઠું ઓછું કરવું જોઈએ, નિયમિત પણે યોગ, પ્રણાયામ, કસરત કરવા જોઈએ, ચિંતામુક્ત રહી મગજ શાંત રાખવું જોઈએ. પૂરતી ઉંઘ લેવી ખૂબ જરૂરી છે.

આ પણ વાંચો: ગુજરાત: GST મેગા ડ્રાઇવના અભિયાન હેઠળ વેપારીઓ પરેશાન

આહારમાં ઓછું મીઠું લેવાથી હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખી શકાય

અન્ય તબીબોનું કહેવું છે કે, આહારમાં ઓછું મીઠું લેવાથી હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખી શકાય છે, બ્લડ પ્રેશર પર નિયમિત નજર રાખવી જરૂરી છે. જો સ્વીકૃત રેન્જથી ઉપર પ્રેશર આવે તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ. શરીરના વજનનો સીધો સંબંધ હાઈપર ટેન્શન સાથે છે, હાઈપર ટેન્શન હૃદય રોગ, કિડની અને મગજ સંબંધિત બીમારી માટે પણ જોખમી છે.

Back to top button