પેટમાં થઇ રહ્યો છે ભયંકર ગેસ? અજમાવો આ ઘરેલુ નુસખા
- ખરાબ લાઇફસ્ટાઇલ, અયોગ્ય ખોરાક અને સ્ટ્રેસના લીધે ગેસ થાય છે
- ગેસના લીધે કબજિયાત, પેટનો દુખાવો પણ થઇ શકે છે
- પેટના દુખાવામાં રાહત મેળવવા ઘરગથ્થુ ઉપચાર ફાયદો કરશે
ઘણી વખત ખરાબ ખાણી પીણી, ઇનએક્ટિવ લાઇફસ્ટાઇલ અને જરૂરિયાત કરતા વધુ તણાવ લેવાના કારણે પેટમાં ગેસની તકલીફ થવા લાગે છે. જો કોઇ વ્યક્તિના પેટમાં વારંવાર ગેસ બનવા લાગે તો આ પાચનતંત્ર સાથે જોડાયેલી સમસ્યા વધુ ગંભીર બની શકે છે. આવી સ્થિતિમાં વ્યક્તિને કબજિયાત, પેટમાં દુખાવો, સોજો, બળતરા વગેરેનો સામનો કરવો પડે છે. જો તમે પણ પેટના ગેસના દુખાવાથી પરેશાન હો તો તાત્કાલિક રાહત માટે અપનાવો આ ટિપ્સ
પેટના દુખાવામાં રાહત મેળવવાના ઉપાય
માલિશ
માલિશ કરવાથી પેટમાં થતા ગેસથી રાહત મળી શકે છે. માલિશ કરવા માટે તમે કોઇ પણ તેલ હાથ પર લઇને પેટ પર લગાવી શકો છો. ત્યારબાદ હળવા હાથથી પેટ અને હાથ પગની માલિશ કરો. આમ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સારુ થશે અને પેટનો ગેસ પણ તરત નીકળી જશે.
સોડા
પેટમાં ગેસ બનવા પર તમે સોડાનું સેવન કરો. સોડાનું સેવન કરવાથી પેટમાં બનેલો ગેસ તરત નીકળી જશે. આ માટે તમે એક ગ્લાસ પાણીમા બેકિંગ સોડા નાંખીને પી શકો છો. લીંબુ પણ નાંખી શકાય, પરંતુ ધ્યાન રાખજો વધુ સોડા પીવાથી પેટમાં પ્રોબલેમ થાય છે. તેથી તેનું સીમિત માત્રામાં સેવન કરો.
હીંગ
પેટના ગેસમાંથી રાહત મેળવવા માટે હીંગને એક ઘરેલુ ઉપાય માનવામાં આવે છે. આ ઉપાય કરવા માટે એક ગ્લાસ હુંફાળુ પાણી લો, તેમાં હીંગનો ભુક્કો નાંખી દો. તેમાં સંચળ મિક્સ કરીને પાણી બનાવીને પીવો. આ પાણી પીવાથી ગેસમાં તરત આરામ મળશે.
જીરા પાણી
જીરા પાણીનું સેવન પણ પેટના ગેસમાંથી રાહત મેળવવા માટે સારો ઉપાય છે. જીરુ એસિડ ન્યુટ્રલાઇઝરના રૂપમાં કામ કરે છે. તે ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓમાંથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. આ ઉપાય કરવા માટે એક ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરૂ નાંખીને રાખી દો. સવારે આ પાણીને ગાળીને પી લો.
યોગ
ગેસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે યોગનો સહારો લઇ શકો છો. યોગ કરવાથી પેટનો ગેસ તરત બહાર નીકળી જાય છે. તેથી તમે પવનમુક્તાસન, ભુજંગાસન, પ્રાણાયમ જેવા યોગનો અભ્યાસ કરી શકો છો.
આ પણ વાંચોઃ લ્યો બોલો હવે વરિયાળીમાં પણ ભેળસેળ ! 49,130 કિલો કેમિકલ યુક્ત વરિયાળીનો જથ્થો ઝડપાયો