ગુજરાતટોપ ન્યૂઝ

મહેસુલ અધિકારીઓનો કારસો| સટ્ટા માટે હાઇટેક બન્યા બુકીઓ| નકલી ચલણ કેસમાં દોષિતોને સજા |વરિયાળીમાં ભેળસેળ

HD Breaking : નકલી ચલણ કેસમાં ગુજરાતની NIA કોર્ટે બે દોષિતોને 10 વર્ષની સજા ફટકારી

ગુજરાતની એક વિશેષ NIA કોર્ટે નકલી ચલણ સંબંધિત ષડયંત્રના આરોપમાં બે વ્યક્તિને 10 વર્ષ અને 7 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના પ્રવક્તાએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે કોર્ટે સંજય કુમાર મોહનભાઈ દેવલિયાને 10 વર્ષની જેલની સાથે 10,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

સટ્ટા માટે હાઇટેક બન્યા બુકીઓ ! સટ્ટોડિયાએ અપનાવી એવી ગજબની ટેકનીક કે પોલીસ પણ દંગ રહી ગઈ

હાલ આઈપીએલની મેચ ચાલી રહી છે.આવામાં ઓનલાઇન સટ્ટા માટે બુકીઓ હાઇટેક બન્યા છે. અને ઓનલાઈન સટ્ટો રમાડતા બુકીઓ પણ હવે નવી નવી ટેકનીક અપનાવી રહ્યા છે. રાજકોટમા ઓનલાઈન સટ્ટા માટે બુકીએ એવી ટેકનીક અપનાવી છે કે આ જોઈને પોલીસ પણ આશ્ચર્ચમાં મુકાઈ ગઈ હતી. રાજકોટના એક ટી પોસ્ટ કાફેના કપમાં સટ્ટાના આઈડીનો મામલે સામે આવ્યો છે.

જૂની જંત્રી પ્રમાણે દસ્તાવેજમાં ‘નોંધ’ ના નામે હેરાન કરવાનો મહેસુલ અધિકારીઓનો કારસો

રાજ્યમાં મહેસૂલ વિભાગના વહીવટથી સૌ કોઈ વાકેફ જ છે. છેલ્લા ઘણા સમયથી મહેસુલ અધિકારીઓને કેટલાક મહત્વના નિર્ણયો લેવાની સત્તા મળી ગઈ હોવાથી પોતાની મનમાની કરી રહ્યા હોય તેવો ગણગણાટ લોકોમાં શરૂ થયો છે. કેટલાક મહેસુલ અધિકારીઓ નાની નાની ભૂલો માટે સામાન્ય નાગરિકોને મોટા ધરમ ધક્કા માટે મજબૂર કરી રહ્યા છે.

“બાગેશ્વર બાબાએ કહ્યું હતું દવા ફેંકી દો, હવે બાળક વેલ્ટીલેટર પર” રાજકોટના પરિવારનો ગંભીર આક્ષેપ

બાગેશ્વર સરકાર નામથી દેશભરમાં જાણીતા બનેલા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાલ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે અવાર નવાર પોતાના નિવેદનના કારણે વિવાદમાં રહેતા બાગેશ્વર ધામના પ્રખ્યાત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર હવે ગુજરાતમાં પણ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે આ વચ્ચે રાજકોટના એક પરિવારે બાગેશ્વર બાબા પર ગંભીર આક્ષેપ કર્યા છે. અને એક બાળકની તબિયત ખરાબ થવા માટે બાગેશ્વર બાબાને જવાબદાર ગણાવ્યા છે.

અમદાવાદના આ પોલીસ સ્ટેશનના 2 કર્મચારી લાંચ લેતા ઝડપાયા

અમદાવાદના વસ્ત્રાપુરના હેડકોન્સ્ટેબલ તેમજ રાઇટર રૂપિયા 50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. જેમાં યુવકને લોકઅપમાં નહીં રાખવા બન્ને પોલીસકર્મીએ 50 હજારની લાંચ માંગી હતી. તથા બન્ને પોલીસકર્મીઓની ધરપકડ કરીને એસીબીએ આગળની તપાસ હાથ ધરી છે.

એર ઈન્ડિયાની દિલ્હી-સિડની ફ્લાઈટમાં અચાનક આંચકા, કેટલાય મુસાફરો ઘાયલ

દિલ્હીથી સિડની જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ અચાનક ધ્રુજવા લાગી, જેના કારણે મુસાફરો ઘાયલ થઈ ગયા. કહેવાય છે કે ખરાબ હવામાનના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપી. ડીજીસીએના અધિકારીએ કહ્યું કે, કોઈપણ મુસાફરને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી.

આ વખતે ચોમાસાના આગમનમાં થશે વિલંબ, IMDએ કરી મહત્વની આગાહી

દેશભરમાં વધી રહેલી ગરમી વચ્ચે લોકો ચોમાસાની રાહ જોઇ રહ્યા છે. ચોમાસું તેમના વિસ્તારમાં ક્યારે દસ્તક આપશે તે અંગે દેશવાસીઓના મનમાં ચોક્કસપણે ઉત્સુકતા છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગમનમાં થોડો વિલંબ થવાની સંભાવના છે. હવામાન વિભાગની કચેરીએ 16 મેના રોજ જણાવ્યું હતું કે ચોમાસું (2023) 4 જૂને દસ્તક દે તેવી શક્યતા છે.

Back to top button