ગરમ-ગરમ જમવુ પસંદ છે? તો જાણી લો આ ખાસ વાત
- આયુર્વેદમાં જમવાના કેટલાક નિયમો જણાવાયા છે
- કેટલાક લોકો ઠંડુ ખાવાનુ પસંદ કરે છે, તો કેટલાક વરાળ નીકળતું
- નિષ્ણાતો ગરમ કે ઠંડુ ખાવા અંગે શું કહે છે તે જાણવુ જરૂરી
આપણુ શરીર ચાલતુ રહે તે માટે ખોરાક ખૂબ જરૂરી છે. જમવાથી માત્ર શરીરને એનર્જી મળતી નથી, પરંતુ તે આપણી હેલ્થને પણ ઇફેક્ટ કરે છે. આયુર્વેદમાં જમવાના કેટલાક નિયમો જણાવાયા છે. જેને ફોલો કરવા જરૂરી છે. ઘણા લોકોને ગરમ ગરમ જમવાની આદત હોય છે. તેને ફોલો કરવી જરૂરી છે. ગરમ ચા, ગરમ સૂપ, કોફી ઘણા લોકો ફટાફટ પી જાય છે. કેટલાક લોકોને ગરમ રોટલી કે દાળ ન મળે તો તેમને જમવાનું ફીકુ ફીકુ લાગે છે. જો તમે ખૂબ વધારે ગરમ વસ્તુઓ કે બિલકુલ ઠંડી વસ્તુઓ ખાવાનું પસંદ કરતા હો તો તમારે જાણવું જરૂરી છે કે નિષ્ણાતોના મતે કેટલા તાપમાને ખાવુ જરૂરી છે?
વધુ પડતુ ગરમ ખાવાનું નુકસાનદાયક
જો તમે ગરમ ચા, સુપ કે રોટલી ખાવાની આદત રાખતા હો તો તેને તાત્કાલિક છોડી દો. વધુ ગરમ ખાવાથી શરીરના ઇન્ટરનલ પાર્ટ્સ ડેમેજ થાય છે. ગરમ ખાવાનું ગળાની નળીથી લઇને ઇસોફેગસ સુધી નુકશાન પહોંચાડી શકે છે. જેને થર્મલ ઇન્જરીના નામથી ઓળખવામાં આવે છે, તેથી જરૂરી છે કે ખાવા-પીવાની કોઇ વસ્તુ વધુ પડતી ગરમ ન હોવી જોઇએ.
ઠંડુ ખાવાથી રહો દુર
ગરમ ખાવાની જેમ બહુ ઠંડી વસ્તુઓ ખાવાથી પણ દુર રહેવુ જોઇએ. તેનાથી શરીરના ઇન્ટરનલ પાર્ટમાં શોક લાગવાનો ડર રહે છે. આ કારણે શરીરમાં ફ્લુઇડની મુવમેન્ટ ઘટી જાય છે અને ડાઇજેશનનો પ્રોબલેમ થઇ શકે છે.
કયા તાપમાન પર જમવુ યોગ્ય
આયુર્વેદ એક્સપર્ટ મુજબ હંમેશા તમારા શરીરની બહારની સપાટી એટલે કે સ્કીનને સુટ કરે તેવા ટેમ્પરેચરમાં જમવુ જોઇએ. દાળ, શાક, રોટી કે કોઇ પણ ખાવાની વસ્તુને આંગળીઓ સહન કરી શકે એટલા જ તાપમાનનું જમવાનું શરીર માટે હેલ્ધી હોય છે. તે સરળતાથી પચી પણ જાય છે.
આ પણ વાંચોઃ ‘ધીરેન્દ્ર શાસ્ત્રી’ ના ચમત્કારોનું શું છે રહસ્ય, કેમ થઈ રહી છે બાબાની ચર્ચા ?