ગુજરાતટોપ ન્યૂઝવિશેષ

બાગેશ્વર પર બબાલ ? જાણો પુરુષોત્તમ પીપળીયાને આવ્યા ધમકીભર્યા ફોન

ધીરેન્દ્રકુમાર શાસ્ત્રીના સુરત, અમદાવાદ અને રાજકોટમાં દરબાર યોજવાના છે. આ દરમિયાન બાગેશ્વર ધામના ધીરેન્દ્રકુમાર શાસ્ત્રીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. રાજકોટના સહકારી આગેવાન પરસોત્તમભાઈ પીપળીયાએ ગઈ કાલે ડ્રગ્સ ક્યાંથી આવે છે તેવો સવાલ પૂછતાં અને જવાબ આપે તો પાંચ લાખ ઇનામ આપવાની જાહેરાત બાદ તેમને સતત ધમકી મળી રહી છે.મારી ફેસબુક પોસ્ટ પર ગાળો અને ધમકી મળવા લાગી છે. ફોન આવ્યા અને ઘરનું સરનામું પૂછવામાં આવે છે. સીધી અને આડકતરી રીતે ધમકી મળી રહી છે. એ ધમકી થી નાસીપાસ નહીં થાવ. જે ધર્મ અને ધતિંગનો ફરક છે એ અલગ પાડવાનો છે. તેમના ધર્મના કાર્યક્રમને આવકરું છું પરંતુ ધતિંગના કાર્યક્રમ છે . ચિટ્ઠીનાખે છે તેના તરફ વાંધો છે. પોલીસ પ્રોટેક્શનની જરુંર નથી અને મારા 63 વર્ષ થાય છે. ધમકી આપનારનો રાજીપો થાય જે કરવું હોય તે કરે અને મારા સરંક્ષણ માટે હું જાતે કરીશ.બાબા બાગેશ્વરને તાંત્રિક ગણાવીને રાજકોટ કોમર્શિયલ કો ઓપરેટીવ બેંકના સીઈઓ પુરસોત્તમ પીપરીયાએ પડકાર ફેંક્યો છે.

બાબા બાગેશ્વરને રાજકોટમાંથી પડકાર, ડ્રગ્સ કોના ઇશારે અને ક્યાંથી આવે છે એ કહી દે તો 5 લાખનું ઇનામ | Challenge of Rajkot co-operative leader to Dhirendra Krishna Shastri

પુરુષોત્તમ પીપળીયાએ શું ફેંક્યો હતો પડકાર :

પુરુષોત્તમ પીપરીયાએ બાબા બાગેશ્વરના વિરોધમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને કેટલાક પડકાર ફેંક્યા હતા. પોતાની પોસ્ટમાં પુરુષોત્તમ પીપળીયાને ડ્રગ્સ ક્યાંથી આવે તે તેની માહિતી આપવાનો પડકાર ફેંક્યો હતો. એટલુ જ નહી, જો બાબા બાગેશ્વર ડ્રગ્સની જાણકારી આપે તો પાંચ લાખનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી. પુરુષોત્તમ પીપળીયાએ બાબા બાગેશ્વર વશીકરણની વિદ્યાનો દુરૂપયોગ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. જો બાબા ત્રિકાળ જ્ઞાની હોય તો ડ્રગ્સ ક્યાંથી આવે તેની માહિતી આપે અને જો બાબા ડ્રગ્સ સપ્લાય ચેઈનની માહિતી આપશે તો તે પોતે બાબા બાગેશ્વરનું મંદિર બનાવશે તેવી જાહેરાત કરી હતી.રાજકોટમાં બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકનારા પુરુષોત્તમ પીપળીયાને ધમકી મળવાની શરૂઆત થઈ છે. અજાણ્યા મોબાઈલ નંબર પરથી ઘરનું એડ્રેસ પૂછી ધમકી આપવામાં આવી છે. ધમકી મળ્યા બાદ તેમણે કહ્યું, સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી આપવામાં આવી રહી છે ધમકી મળ્યા બાદ તેમણે કહ્યું, સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી આપવામાં આવી રહી છે. અંધશ્રદ્ધા ન ફેલાય તે જ મારો ઉદ્દેશ છે, અત્યાર સુધીમાં પાંચથી છ વખત ધમકીભર્યા ફોન આવ્યા છે.રાજકોટમાં બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકનારા પુરુષોત્તમ પીપળીયાને ધમકી મળવાની શરૂઆત થઈ છે. અજાણ્યા મોબાઈલ નંબર પરથી ઘરનું એડ્રેસ પૂછી ધમકી આપવામાં આવી છે. ધમકી મળ્યા બાદ તેમણે કહ્યું, સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી આપવામાં આવી રહી છે. અંધશ્રદ્ધા ન ફેલાય તે જ મારો ઉદ્દેશ છે, અત્યાર સુધીમાં પાંચથી છ વખત ધમકીભર્યા ફોન આવ્યા છે. બાબા મને સમય આપશે તો હું ચોક્કસ મળીશ, બાબા સનાતન ધર્મનો પ્રચાર કરે છે તેનો મારો વિરોધ નથી. સનાતન ધર્મના પ્રચાર માટે મંજૂરી મળવી જોઈએ, મારો વિરોધ સનાતન ધર્મનો નથી માત્ર ધતિંગનો છે.

purushottam pipaliya - ceo&gm - rajkot com.coop.bank ltd.rajkot | LinkedIn

 

દેશભરમાં હિન્દુત્વ યુવા આગેવાન અને ચમત્કારી બાબા તરીકે જાણીતા થયેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં રાજકોટની મુલાકાત લેશે. બાગેશ્વર ધામના પીઠેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવવાના છે. બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 1લી અને 2જી જૂને રેસકોર્સમાં દિવ્ય દરબાર ભરશે, બાબાનો આ દિવ્ય દરબાર બે દિવસીય રહેશે, અને આમાં કેટલાય લોકો હાજરી આપશે. ખાસ વાત છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના આ દિવ્ય દરબારને લઈ લોકલ કમિટી બની છે. બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત આગમન પહેલા જ જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. બાબા બાગેશ્વરને તાંત્રિક ગણાવીને રાજકોટ કોમર્શિયલ કો ઓપરેટીવ બેંકના સીઈઓ પુરસોત્તમ પીપરીયાએ પડકાર ફેંક્યો છે. પુરુષોત્તમ પીપરીયાએ બાબા બાગેશ્વરના વિરોધમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને કેટલાક પડકાર ફેંક્યા હતા. પોતાની પોસ્ટમાં પુરુષોત્તમ પીપળીયાને ડ્રગ્સ ક્યાંથી આવે તે તેની માહિતી આપવાનો પડકાર ફેંક્યો હતો. એટલુ જ નહી, જો બાબા બાગેશ્વર ડ્રગ્સની જાણકારી આપે તો પાંચ લાખનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી. પુરુષોત્તમ પીપળીયાએ બાબા બાગેશ્વર વશીકરણની વિદ્યાનો દુરૂપયોગ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. જો બાબા ત્રિકાળ જ્ઞાની હોય તો ડ્રગ્સ ક્યાંથી આવે તેની માહિતી આપે અને જો બાબા ડ્રગ્સ સપ્લાય ચેઈનની માહિતી આપશે તો તે પોતે બાબા બાગેશ્વરનું મંદિર બનાવશે તેવી જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: ‘ધીરેન્દ્ર શાસ્ત્રી’ ના ચમત્કારોનું શું છે રહસ્ય, કેમ થઈ રહી છે બાબાની ચર્ચા ?

Back to top button