નેશનલ

આ વખતે ચોમાસાના આગમનમાં થશે વિલંબ, IMDએ કરી મહત્વની આગાહી

Text To Speech

દેશભરમાં વધી રહેલી ગરમી વચ્ચે લોકો ચોમાસાની રાહ જોઇ રહ્યા છે. ચોમાસું તેમના વિસ્તારમાં ક્યારે દસ્તક આપશે તે અંગે દેશવાસીઓના મનમાં ચોક્કસપણે ઉત્સુકતા છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગમનમાં થોડો વિલંબ થવાની સંભાવના છે. હવામાન વિભાગની કચેરીએ 16 મેના રોજ જણાવ્યું હતું કે ચોમાસું (2023) 4 જૂને દસ્તક દે તેવી શક્યતા છે.

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી

નોંધનીય છે કે દક્ષિણના રાજ્યમાં, ચોમાસું અનુક્રમે 2022 માં 29 મે, 2021 માં 3 જૂન અને 2020 માં 1 જૂને કેરળ પહોંચ્યું હતું. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગયા મહિને કહ્યું હતું કે અલ નીનો સ્થિતિ હોવા છતાં ભારતમાં ચોમાસાનો સામાન્ય વરસાદ થવાની ધારણા છે.

આગાહી-humdekhengenews

દેશના અનેક રાજ્યો આકરી ગરમીની ઝપેટમાં

નોંધપાત્ર રીતે સમગ્ર દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધવું એ કેરળમાં ચોમાસાની શરૂઆત દ્વારા નક્કી થાય છે. આ એક મહત્વપૂર્ણ સંકેત છે જે ગરમ અને શુષ્ક ઋતુમાંથી વરસાદી ઋતુમાં સંક્રમણ દર્શાવે છે. આથી જેમ જેમ ચોમાસું ઉત્તર તરફ આગળ વધે છે તેમ આ પ્રદેશોને ઉનાળાના ઉષ્ણતામાનથી રાહત મળે છે. જો કે અત્યારે દેશના અનેક રાજ્યો આકરી ગરમીની ઝપેટમાં છે.

હીટવેવને લઈને IMD ઓફિસરે આપી વિગતો

IMD ઓફિસર કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મે મહિનાના પહેલા બે અઠવાડિયામાં હીટવેવની સ્થિતિ ઓછી ગંભીર હતી. હીટવેવની અસર ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં થઇ હતી. કુલદીપ શ્રીવાસ્તવે કહ્યું કે, આગામી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારતની નજીક આવી રહ્યું છે. આગામી સાત દિવસ સુધી હીટવેવની સ્થિતિની અપેક્ષા નથી, પરંતુ તાપમાન ઊંચુ રહેશે. તાપમાનનો પારો 40 ડિગ્રીની નજીક રહેશે. IMD ઓફિસર કુલદીપ શ્રીવાસ્તવે વધુમાં કહ્યું, ‘વાતાવરણ શુષ્ક છે.તેથી, 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનો સપાટી પરથી ધૂળ ઉપાડી રહ્યા છે. આ ધૂળ વાતાવરણમાં ફેલાઇ રહી છે. આ મુખ્યત્વે 1 થી 2 કિમીની ઉંચાઇ સુધી ફેલાય છે.

 આ પણ વાંચો : અમદાવાદ : ગરમીને કારણે રોગચાળો વકર્યો, એક જ દિવસમાં 30થી વધુ ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાયા

Back to top button