અમદાવાદ : ગરમીને કારણે રોગચાળો વકર્યો, એક જ દિવસમાં 30થી વધુ ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાયા
અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહ ગરમી પારો વધ્યો છે. જેના કારણે શહેરી જનોને આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આગઝરતી ગરમીને કારણે શહેરમાં માંદગીનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદમાં ગરમીને કારણે રોગચાળો વકર્યો છે. અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા બે દિવસ ઓરેન્જ એલર્ટ આપવામા આવ્યું છે. ત્યારે આ વચ્ચે શહેરમાં એક જ દિવસમાં 30થી વધુ ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાયા છે.
અમદાવાદમાં રોગચાળો વકર્યો
પ્રાપ્ત જાણકારી અનુસાર અમદાવાદમાં રેકોર્ડબ્રેક ગરમીને કારણે શહેરમાં રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. શહેરમાં કાળઝાળ ગરમીને કારણે ઝાડા-ઉલ્ટી, તાવ, પેટ અને માથાના દુખાવાના કેસોમાં વધારો થયો છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીથી ઉપર પહોંચ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ આપવામા આવ્યું છે. શહેરીજનો કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે. ત્યારે આ અસહ્ય ગરમીને કારણે શહેરમાં રોગચાળાનું પ્રમાણ પણ વધ્યું છે.
ઈમરજન્સી કેસોમાં પણ નોંધપાત્ર વધારો
ગરમીને કારણે અમદાવાદમાં ઝાડા-ઉલ્ટી, તાવ, પેટ અને માથાના દુખાવાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. વિગતો મુજબ ગઇ કાલે એક જ દિવસમાં 30થી વધુ ઝાડા-ઉલ્ટીના દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે ગરમીને કારણે ઈમરજન્સી કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 15 દિવસમાં 108ને પેટમાં દુખાવો થવાના 1 હજાર જેટલા કોલ આવ્યા છે. જ્યારે કે ચક્કર તથા નબળાઇ આવવાના 650 કોલ આવ્યા હતા.
આ પણ વાંચો : સિડનીમાં ક્વાડ મીટિંગ રદ| 15 ડેપ્યુટી કલેક્ટર સંવર્ગના અધિકારીઓની બદલી|અમદાવાદની લાઈફલાઈન બનશે મોંઘી