ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : પાલનપુરમાં ટ્રાફિક નિયમનનો ભંગ કર્યો તો મર્યા સમજો, સીધો તમારા ઘરે આવશે ઈ – મેમો

  • છેલ્લા ચાર વર્ષમા નેત્રમમાં કેદ થયેલા 1.29 લાખ વાહન માલિકોને ઇ મેમાં અપાયા
  • ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન માલિકોને રૂ. 3.94 કરોડ ઉપરાંતનો દંડ કરાયો

પાલનપુર : બનાસકાંઠા જીલ્લાના વડા મથક પાલનપુર શહેરમાં ઠેર ઠેર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા વાહનોની સાથે લોકોની ગતિવિધિઓ પર બાજ નજર રાખી રહ્યા છે. તેનું સંચાલન નેત્રમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જોકે માર્ચ 2019 થી માર્ચ 2023 સુધીમાં શહેરમાં વાહન હંકારતી વખતે ટ્રાફિક નિયમનો ભંગ કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયેલા 1.29 લાખથી વધુ વાહનોને રૂ. 3.94 કરોડ ઉપરાંતના ઇ – મેમા ઇસ્યુ કરવામાં આવ્યા છે. જેમાં થી મોટા ભાગના મેમાનો દંડ વસૂલ કરાયો છે.


પાલનપુર શહેરમાં વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરતા થાય અને શહેરમાં ચાલતી ગતિવિધિઓ પર નજર રાખી શકાય તેમજ ચીલઝડપ, છેડતી, ચોરી જેમાં અનિચ્છનીય બનાવોમાં આરોપીને શોધી કાઢવા માટે જાહેર વિસ્તારો અને માર્ગો પર વર્ષ 2019 માં સીસીટીવી કેમેરા લગવામા આવ્યા હતા. જેનું સંચાલન નેત્રમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં 2019 થી 2023 ના ચાર વર્ષના સમયગાળામાં શહેરમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરતા 1,02,970 વાહનો સીસી ટીવી કેમેરામાં કેદ થતા આ વાહનોમાં માલિકોને રૂ.3,94,84,200 ઇ- મેમા ઇસ્યુ કરવામાં આવ્યા હતાં. જેમાં અત્યાર સુધીમાં 75748 મેમામાં રૂ. 2,79,16,900 રીકવર કરવામાં આવ્યા છે. બાકીના 27,230 મેમા માં રૂ. 1,15,68,300 ની વસુલાત માટે વાહન માલિકોને કોર્ટ મારફતે નોટિસો ઇસ્યુ કરવા માં આવી છે. આ વાહન માલિકો પાસે થી મેમાની રકમની રિકવરી કરવા જે- તે પોલીસ મથકો દ્વારા વસૂલાત ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી છે. જોકે પાલનપુરમાં વાહન હંકારતી વખતે જો જાણે – અજાણે ટ્રાફિક નિયમનનો ભંગ થયો નથી કે ઇ- મેમો સીધો ઘરે પહોચ્યો નથી. ત્યારે ઇ -મેમા થી બચવા વાહન ચલાવતી વખતે સાવધાની એજ સલામતી પુરવાર થશે.પાલનપુર નેત્રમના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં જે વાહનો ટ્રાફિક નિયમનો ભંગ કરે છે તે વાહન સીસીટીવી માં કેદ થાય છે, તે વાહનોના માલિકોને તેના સરનામે ઇ- મેમો મોકલવામાં આવે છે. જેમાં કેટલાક લોકોને મેમા નો દંડ ભરવા કોર્ટ મારફતે નોટિસો આપવામાં આવે છે. તેમ છતાં દંડ ન ભરનાર વાહન માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : મરચાંની આડમાં દારૂની હેરાફેરી : પાંથાવાડા પોલીસે ગુંદરી ચેકપોસ્ટ પરથી રૂ. 15 લાખનો દારૂ ઝડપ્યો

Back to top button