બનાસકાંઠા: પાલનપુર શહેરમાં ભર ઉનાળે ધરોઇમાંથી ઓછું પાણી આપતા રાડ ઉઠી
- એક અઠવાડીયાથી ધરોઇથી 50 ટકા પાણી અપાય છે
- નગરપાલિકા દ્વારા ટેન્કરો અને બોર મારફત પાણી પુરૂ પાડવામાં આવે છે
પાલનપુર : પાલનપુર શહેરમાં છેલ્લા એક અઠવાડીયાથી ધરોઇથી આપવામાં આવતુ પાણી 50 ટકા ઓછુ આપવામાં આવતાાશહેરમાં પાણી માટે કકળાટ ઉઠી છે.જેથી નગરપાલિકા પાણી પુરવઠા વિભાગ દ્વારા કલેક્ટર અને પાણી પુરવઠા બોર્ડ પાલનપુરને રજુઆત કરવામાં આવી છે. પાલનપુર શહેરમાં ભર ઉનાળે પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે.પાલનપુર નગરપાલિકા દ્વારા ધરોઇ ખાતેથી દૈનિક 1.60 કરોડ લિટર પાણી મંગાવી પાલનપુર શહેરના 1 થી 11 વોર્ડમાં પુરૂ પાડવામાં આવે છે.પરંતુ છેલ્લા એક અઠવાયાથી ધરોઇથી આપવામાં આવતા પાણીમાં 50 ટકા ઓછુ આપવામાં આવતા શહેરમાં પાણીની પોકાળ ઉઠી છે.અને જુદા-જુદા વિસ્તારના રહીશો દ્વારા પાણી માટે પાલિકામાં રજુઆત કરવામાં આવી રહી છે.જેથી પાલિકાને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે પાલિકા દ્વારા જિલ્લા કલેક્ટર અને પાણી પુરવઠા બોર્ડને લેખીત રજુઆત કરવામાં આવી છે.
ચાલીસ ઉપરાંતના બોર અને ટેન્કર મારફત પાણી અપાય છે
પાલનપુર શહેરમાં ધરોઇથી 50 ટકા પાણી ઓછુ આપવામાં આવતા પાલિકા દ્વારા શહેરના 40 ઉપરાંતના બોર તેમજ ટેન્કરો મારફત પાણી આપી ઘટને પહોંચી વળવાનો પ્રયાસ કરવામાંૃઆવતો હોવાનું સુપર વાઇઝર ચમનભાઇએ જણાવ્યુ હતુ.
રહીશોને પાણી દુર-દુર ભરવા જવુ પડે છે
પાલનપુર શહેરમાં ધરોઇનું પાણી ઓછુ આપવામાં આવતા રહીશોને ભર ઉનાળે પિવાનું પાણી દુર-દુર સુધી ભરવા જવુ પડતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ગરમી સંબંધિત બીમારીના ઈમરજન્સી કોલ્સથી દોડધામ