બનાસકાંઠા : અંબાજીની કૈલાશ ટેકરીની સામે કચરાનું ડમ્પિંગ પોઈન્ટ જેસીબીની મદદથી સાફ કરાયું
પાલનપુર : યાત્રાધામ અંબાજીમાં આવેલા કૈલાશ ટેકરી નજીક કચરાના ડમ્પિંગ પોઇન્ટના લીધે અંબાજી આવતા યાત્રિકોમાં અને યાત્રાધામ અંબાજીનાં સ્થાનિક લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ભાદરવી પૂનમના મેળામાં લાખો યાત્રીકો યાત્રાધામ અંબાજી દર્શન કરવા આવતા હોય છે. અંબાજીમાં પ્રવેશતાં જ યાત્રિકોની નજર કચરાના ડમ્પિંગ પોઈન્ટ પર પડે છે અને ગંધ અને કચરાથી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે અવાર નવાર ગ્રામજનો દ્વારા તથા માર્બલ એસોસિએશન દ્વારા પણ કૈલાશ ટેકરી સામેનો ડમ્પિંગ પોઈન્ટ બંધ કરવા માટે વિરોધ કરવામાં આવ્યો હતો.
અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા યાત્રાધામ અંબાજીમાં આવેલી કૈલાસ ટેકરી નજીક ડમ્પિંગ સાઈડની સફાઈ કરવાનો ઉત્તમ નિર્ણય લીધો છે. ત્યારે ડમ્પિંગ સાઈડ પર જેસીબીની મદદથી કચરાનાં ડમ્પિંગ સાઈડની સફાઈ સાથે સુવ્યવસ્થિત કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : બનાસકાંઠા: અંબાજીના માર્ગે દસ હજાર વૃક્ષોનું ગ્રીનકવચ